આંખોનાં પાણી ખૂટ્યાં છે – હર્ષ બ્રહ્મભટ્ટ
આંખોનાં પાણી ખૂટ્યાં છે,
તોપણ ક્યાં ખેંચાણ છૂટ્યાં છે ?
મૌન રહ્યા તે છતાં આંખમાં,
વાતોના ફણગા ફૂટ્યા છે.
કોઈ ગાંઠની જેમ જ દિવસો
બંધાઈ મનમાં છૂટ્યા છે.
ખરતા તારાની શું કિંમત,
સપના પણ આમ જ તૂટ્યાં છે.
હશે ખજાના ભીતર કેવા,
ગજા મુજબ સૌએ લૂંટ્યા છે.
– હર્ષ બ્રહ્મભટ્ટ
હ્ર્દયસ્પર્શી વાત….
લલિત ત્રિવેદી said,
September 26, 2019 @ 9:53 AM
સરસ ગઝલ
yogesh shukla said,
September 26, 2019 @ 10:56 AM
વાહ ,,, વાહ ,,,
MAHESHCHANDRA THAKORLAL NAIK said,
September 27, 2019 @ 12:43 AM
સરસ,સરસ્,સરસ, ગઝલ,બહુ જ ઓછા શબ્દોમા હ્રદય ની વ્યથા વ્યક્ત કરી છે,કવિશ્રીને અભિનદન અને આપનો આભાર….