શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો,
એક ઝંઝાવાતને ખાળી લીધો.
મનોજ ખંડેરિયા

કોણ માનશે ? – શૂન્ય ‘પાલનપુરી’

દુ:ખમાં જીવનની લાણ હતી, કોણ માનશે ?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે ?

શૈયા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં !
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે ?

કારણ ન પૂછ પ્રેમી હ્રદય જન્મ-ટીપનું,
નિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે ?

ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?

-શૂન્ય ‘પાલનપુરી’

5 Comments »

  1. UrmiSaagar said,

    February 22, 2007 @ 5:13 PM

    આ જ ગઝલ દાદાએ પોસ્ટ કરીને રસ-દર્શન કરાવ્યુઁ હતુઁ… મને આજે જ ખ્યાલ આવ્યો ધવલભાઈ કે તમે આ આગળ પોસ્ટ કરેલી અને દાદાએ પણ જે પોસ્ટ કરેલી, એ બંને ગઝલ અલગ કેમ પડે છે??? https://layastaro.com/?p=466

  2. mahesh kotadiya said,

    May 25, 2007 @ 12:53 AM

    હુ શુન્ય પાલન્પુરીની નો ફેન

  3. mahesh kotadiya said,

    May 25, 2007 @ 12:54 AM

    હુ શુન્ય પાલન્પુરીની નો ફેન છુ.

  4. prajapati jeet said,

    July 2, 2008 @ 10:44 PM

    jeevan badha potone (0) sunia (zero) manta thai jai to koi darad na rahe

  5. kirit soni said,

    September 8, 2016 @ 7:46 AM

    SUNYA PALANPURI DHARMA THI ALAG 1 SACHA ALGARI SANT,OLIYA HATA.EMNE ISHWAR NE SACHA SWARUP MA PICHHANYO EVU EMNI KRUTIO PAR THI PRATIT THAY CHE.EMNI GAZAL KOI BHAJAN K STUTI THE UTARATI NATHI.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment