એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!
ખલીલ ધનતેજવી

કદર નથી હોતી – દિવ્યા રાજેશ મોદી

મંઝિલોની ખબર નથી હોતી,
એને માટે સફર નથી હોતી.

આંખ તો હોય છે બધા પાસે,
સૌની પાસે નજર નથી હોતી.

હા, અસર વધતી-ઓછી હોવાની,
લાગણી બેઅસર નથી હોતી.

લે, તને આખેઆખું દિલ આપ્યું;
પ્રેમમાં કરકસર નથી હોતી.

એક બાજુ સદા સમર્પણ ને
બીજી બાજુ કદર નથી હોતી.

મેં જે સુખની બનાવી છે સૂચિ,
પૂરી તારા વગર નથી હોતી.

– દિવ્યા રાજેશ મોદી

સ્ત્રીઓની કવિતા સામાન્યરીતે સીધી દિલમાંથી નીકળતી હોય છે. પરિણામે સીધી જ દિલને પણ સ્પર્શી જતી હોય છે… જુઓ આ રચના! કેવી મજાની! એકદમ હૃદયસ્પર્શી…

5 Comments »

  1. Divya Modi said,

    September 12, 2019 @ 3:32 AM

    આભાર લયસ્તરો…
    આભાર વિવેકભાઈ…
    🙏🙏🙏

  2. Rina said,

    September 12, 2019 @ 8:22 AM

    વાહ…..

  3. હેમંત પુણેકર said,

    September 12, 2019 @ 8:37 AM

    ક્યા શેર કહા હૈ દિવ્યાજી!

    આંખ તો હોય છે બધા પાસે,
    સૌની પાસે નજર નથી હોતી.

    બાકી ગઝલ પણ સરસ! મારું નમ્ર સૂચન કે મત્લા અને ચોથો શેર વિશે ફેરવિચાર કરો તો ઓર સારા શેર લખી શકાય.

  4. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    September 12, 2019 @ 8:05 PM

    સરસ,સરસ,સરસ…………બીજો શેર લાજવાબ અને મનભાવન………કવિયત્રિ શ્રીમતી દિવ્યાબેન મોદી ને અભિનદન, આપનો આભાર…..

  5. Shabnam khoja said,

    September 15, 2019 @ 1:36 PM

    Mast gazal

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment