નોંધ ના લીધી – નીરવ વ્યાસ
ન રસ્તાની, ન દુનિયાની કશાની નોંધ ના લીધી,
અમે નીકળ્યાં ઘરેથી તો હવાની નોંધ ના લીધી!
અમારા હાથ સમજ્યા છે, સદાયે હાથની ભાષા,
દુઆ ના સાંભળી કે બદ્-દુઆની નોંધ ના લીધી.
કશોયે અર્થ તેથી ના સર્યો મહેફિલમાં રોકાઇ;
તમે સાકીને ના જોયો, સુરાની નોંધ ના લીધી!
શરૂમાં એમ લાગ્યું, હોય જાણે ગુપ્ત સમજૂતી;
બધાયે એકસરખી આયનાની નોંધ ના લીધી.
કસબ સમજી શક્યું બાળક, તો એની નોંધ લીધી મેં;
સભામાં બેસનારા ખેરખાંની નોંધ ના લીધી.
– નીરવ વ્યાસ
એક સ્પર્શમાં જે સહારો અને તાકાત હોય છે એ દુઆમાં નથી હોતા. માણસો દુનિયામાં બધાની નોંધ લે છે પણ એક આયનાની – કે જે દરેકને પોતાની જાતથી સન્મુખ કરાવે છે – નોંધ લેતા બધા કતરાય છે. ને છેલ્લો શેર પણ સરસ થયો છે.
(ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી)
pragnaju said,
February 2, 2009 @ 9:58 PM
અમારા હાથ સમજ્યા છે, સદાયે હાથની ભાષા,
દુઆ ના સાંભળી કે બદ્-દુઆની નોંધ ના લીધી.
સુંદર
જિસને નહીં દી બદ્-દુઆ ઉસે સામને લાઓ જરા।
યહાઁ રહને રહને વાલા હર એક શખ્શ ગુનહગાર હૈ,
અગર કિસી કા કામ વક્ત પર કરદો તો વો બદ્ દુઆ દેગા .
દિન મે કામ માંગને કે લિયે ધક્કે ખાતે થે …
Taha Mansuri said,
February 2, 2009 @ 10:06 PM
ખુબ જ સરસ ગઝલ,
આખરી શેરમાં “ઘાયલ” સાહેબની ગઝલો જેવી ખુમારીનાં દર્શન થાય છે.
કસબ સમજી શક્યું બાળક,તો એની નોંધ લીધી મેં;
સભામાં બેસનારા ખેરખાંની નોંધ ના લીધી.
ડો.મહેશ રાવલ said,
February 2, 2009 @ 11:23 PM
અમારા હાથ સમજ્યા છે, સદાયે હાથની ભાષા,
વાહ!
બધાના નસીબમાં આ ચમત્કૃતિ નથી હોતી,નિરવભાઈ!
જેના ગળે હાથની ભાષા ઉતરી જાય એ સ્પર્શની તમામ સંવેદનાને એની ઉત્તમતાના સર્વાંગ શિખરસુધી માણી,જાણી અને પામી શકે…..
અભિનંદન.
kirankumar chauhan said,
February 3, 2009 @ 1:08 AM
pan kavi ame tamari gazalni nondh chokkas lidhi chhe. khoob sundar gazal.
વિવેક said,
February 3, 2009 @ 9:18 AM
સુંદર ગઝલ… સરળ અને સીધી સટ…
Shefali said,
February 3, 2009 @ 11:00 AM
beautiful ghazal. interestingly, my graduate school thesis is on the use of mirrors. i love this.
kantilalkallaiwalla said,
February 4, 2009 @ 6:07 AM
niravbhai.,
i will be highly obliged if you will tell the meaning of this ghazal in simple gujrati comments. Is it possible?