જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”
વેણીભાઈ પુરોહિત

(વચ્ચે) – શબનમ

અજવાળા અંધારા વચ્ચે
શું જોયું ચમકારા વચ્ચે?

તારું પાક સ્મરણ હો કાયમ
પલકારા- ધબકારા વચ્ચે.

ઇચ્છાઓ જીવી ગઈ આખર
હોંકારા-પડકારા વચ્ચે!

શબ્દો સઘળા રઝળી ગયા છે
કાગળ ને હલકારા વચ્ચે!

અત્તર માફક મહેકો છો તે-
કોણ અડ્યું અંધારા વચ્ચે !

સાન સમૂળી ખોઈ બેઠા
ભ્રમણા ને ભણકારા વચ્ચે.

ઇચ્છાઓએ માળો બાંધ્યો
તસ્બીહના બે પારા વચ્ચે!

– શબનમ

ટૂંકી બહેરની ગઝલોમાં આવું મજાનું કામ ઓછું જ જોવા મળે છે. ઇચ્છાઓ વિશે વાત કરતા બે શેર છે, બંને શેર એકદમ સમાનાર્થી પણ છે, ને તે છતાંય બંને અલગ આભા જન્માવે છે. સંજોગો કોઈ પણ હોય, ઇચ્છાઓ અવિનાશી જ હોવાની. ઈશ્વરમાં ધ્યાન લગાવીને બેઠા હો કે દુનિયાના હોંકારા-પડકારાઓની વચ્ચેથી માર્ગ કાઢવાનો હોય, મન મર્કટ કદી ઇચ્છાતીત થઈ શકતું જ નથી.

12 Comments »

  1. Dolly Patel said,

    February 7, 2019 @ 5:28 AM

    વાહહહહહ…
    જિયો કવિયત્રી….

    એક તરફ સૂફીયાના અંદાજ..

    તારું પાક સ્મરણ હો કાયમ
    પલકારા- ધબકારા વચ્ચે.

    ને બીજી તરફ દુન્યવી મંથન…

    અત્તર માફક મહેકો છો તે-
    કોણ અડ્યું અંધારા વચ્ચે !…

    ને છેલ્લા શેર પર તો આફરીન જ….

  2. Bharat said,

    February 7, 2019 @ 5:48 AM

    તસ્બીહ કા જવાબ નહી….👌

  3. રાજુલ said,

    February 7, 2019 @ 9:02 AM

    જબરદસ્ત ગઝલ..

  4. Mubarak said,

    February 7, 2019 @ 9:25 AM

    Very nice

  5. Rina said,

    February 7, 2019 @ 9:29 AM

    Be tasbeeh naa paraa vachche….. waaaaahhhj

  6. Aasifkhan said,

    February 7, 2019 @ 12:31 PM

    વાહ ખૂબ સુંદર

  7. Mohamedjaffer Kassam said,

    February 8, 2019 @ 6:37 AM

    Absolutely correct

  8. narendrasinh said,

    February 8, 2019 @ 11:44 PM

    ખુબ સુંદર રચના
    હાર એક શેર લાજવાબ

  9. narendrasinh said,

    February 8, 2019 @ 11:46 PM

    ખુબ સુંદર રચના

  10. Sapana said,

    February 9, 2019 @ 2:14 AM

    વાહ ક્યા બાત

  11. La Kant Thakklar said,

    February 9, 2019 @ 7:14 AM

    ( અત્તર માફક મહેકો છો તે-
    કોણ અડ્યું અંધારા વચ્ચે !
    વાહ ! સ્વત્વ પ્રકટ થાય ત્યારે પ્રકાશ મહેકેી રહે …
    આ એક શક્તિ-તત્ત્વ નો પારસ્-સ્પર્શ જ !
    ***

    સાન સમૂળી ખોઈ બેઠા
    ભ્રમણા ને ભણકારા વચ્ચે.)
    ભ્રમ અને આટ્કળથેી પરે,પારના પ્રદેશમાઁ ગ્યાન-પ્રકાશ ,
    થાય ત્યારે ” સમજ ” ?
    ***

    ઇચ્છાતીત મન … ઇચ્છાઓ અવિનાશી જ….
    …… સહજ અને સ્વ-સર્જિત -ઓટોમેટિક સ્વયમ આવે ને જાય…..
    આપણાથેી ” જોવા” સિવાય કૈન્જ ન થાય તે ઇચ્ચ્હનેીય … બેહ્તર …
    ***
    (તારું પાક સ્મરણ “હો” કાયમ
    પલકારા- ધબકારા વચ્ચે.) – “હો” … આ ‘વિશ્ફુલ થિન્કિન્ગ’ આશાવાદેીપણુન્ જ ને ?
    ***
    -લા’ કાન્ત / ૯-૨-૧૯

  12. narendrasinh said,

    February 9, 2019 @ 9:19 AM

    ખુબ સુન્દર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment