‘જૂનું એ જ સોનું’ જીવનમાં ઉતારી,
સમયસર નવુંયે સ્વીકારી લીધું છે.
ભાવિન ગોપાણી

મુક્ત કર – દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

જીતમાંથી, હારમાંથી મુક્ત કર,
ઘટ્ટ ઘન અંધારમાંથી મુક્ત કર.

કામ લાયક હોઉં નહિ હું સ્હેજ પણ,
તો હવે સંસારમાંથી મુક્ત કર.

આપ ગમતીલો કોઈ આકાર તું,
યા બધા આકારમાંથી મુક્ત કર.

ભાર આપી દે હિમાલય જેવડો,
પણ મને આ-ભારમાંથી મુક્ત કર.

છીનવી લેવી જો ફોરમ હોય તો,
ફૂલના અવતારમાંથી મુક્ત કર.

– દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

જીવનભર આપણે દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ રીતે જીતવા માટે મથતાં રહીએ છીએ. હાર ન સહી શકવાની પીડા અને જીતવા માટેનું ઝનૂન આપણામાંથી મોટાભાગનાંઓપ માટે જીવનપિયૂષ બની રહે છે. પણ કવયિત્રી ગઝલના મત્લામાં બહુ અદભુત વાત કરે છે… એ ન માત્ર હારમાંથી, જીતમાંથી પણ મુક્તિ પ્રાર્થે છે. જીત અને હારની પળોજણમાંથી મુક્ત થઈ જવાય એ ઘડી ઘટ્ટ ઘન અંધકારમાંથી આઝાદ થઈ શાશ્વત પ્રકાશ પામવાની ઘડી છે. કેવી અદભુત આરત!

6 Comments »

  1. Sunil bhimani said,

    January 31, 2019 @ 1:42 AM

    Nice one

  2. દીપલ ઉપાધ્યાય said,

    January 31, 2019 @ 2:43 AM

    આભારી છું

  3. Pravin Shah said,

    January 31, 2019 @ 11:46 AM

    જો હુ તને મુક્ત કરુ
    તો
    તુ મને બન્દિ કરીશ ?

  4. Himanshu Trivedi said,

    January 31, 2019 @ 1:15 PM

    બહુજ સરસ

  5. Nirav Raval said,

    February 1, 2019 @ 1:02 AM

    છીનવી લેવી જો ફોરમ હોય તો,
    ફૂલના અવતારમાંથી મુક્ત કર.
    – દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’
    વાહ દિપલજિ

  6. સિદ્દીકભરૂચી said,

    February 3, 2019 @ 1:12 PM

    કવિયત્રિની આ ગઝલ યોગ્ય મથામણ તેની આગવી છટાથી પ્રગટાવી છે.ખુબ સુંદર ગઝલ સાથે યોગ્ય આસ્વાદ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment