આંખમાંથી કેટલું ભૂંસવું પડે -
આંખ પંખીની પછી દેખાય છે.
નીતિન વડગામા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મુક્ત કર – દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

જીતમાંથી, હારમાંથી મુક્ત કર,
ઘટ્ટ ઘન અંધારમાંથી મુક્ત કર.

કામ લાયક હોઉં નહિ હું સ્હેજ પણ,
તો હવે સંસારમાંથી મુક્ત કર.

આપ ગમતીલો કોઈ આકાર તું,
યા બધા આકારમાંથી મુક્ત કર.

ભાર આપી દે હિમાલય જેવડો,
પણ મને આ-ભારમાંથી મુક્ત કર.

છીનવી લેવી જો ફોરમ હોય તો,
ફૂલના અવતારમાંથી મુક્ત કર.

– દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

જીવનભર આપણે દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ રીતે જીતવા માટે મથતાં રહીએ છીએ. હાર ન સહી શકવાની પીડા અને જીતવા માટેનું ઝનૂન આપણામાંથી મોટાભાગનાંઓપ માટે જીવનપિયૂષ બની રહે છે. પણ કવયિત્રી ગઝલના મત્લામાં બહુ અદભુત વાત કરે છે… એ ન માત્ર હારમાંથી, જીતમાંથી પણ મુક્તિ પ્રાર્થે છે. જીત અને હારની પળોજણમાંથી મુક્ત થઈ જવાય એ ઘડી ઘટ્ટ ઘન અંધકારમાંથી આઝાદ થઈ શાશ્વત પ્રકાશ પામવાની ઘડી છે. કેવી અદભુત આરત!

Comments (6)