રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

મરીઝ

તારે નામે લખું છું – કુમાર પાશી

તારે નામે લખું છું : સિતારા, પતંગિયા, આગિયા
તારા રસ્તાઓ સીધા સરળ હોય
એના પર છાયા હોય ઝગમગતા આકાશની
અણદેખ્યા વિશ્વનાં રૂપાળાં રહસ્યો ખૂલતાં જાય તારા પર
જેથી આંખોમાં તારી સ્વપ્નો હોય ઊંચેરી ઉડ્ડયનનાં

તારે નામે લખું છું : આનંદ, આરજૂ, ખુશબૂ
તારો એકએક દિવસ ખૂબસૂરત હોય, નમૂનેદાર હોય
તારી કોઈ પણ રાત ચાંદ-તારાથી ખાલી ન હોય
સવાર થતાં જ્યારે તું ઊઠે
તારી સામે ફેલાયેલી હોય દિશાઓ ફૂલોની
જ્યારે રાત આવે
તારી આંખોમાં સ્વપ્ના હોય હિંડોળાના

તારે નામે લખું છું : એ આખુંય ખુશનુમા શહેર
જે મેં જોયું નથી
તારે નામે લખું છું સઘળાએ ખૂબસૂરત શબ્દો
જે મેં લખ્યા નથી

તારે નામે ઊજળી સવાર, રંગીન સાંજ લખું છું
સનાતન જામ લખું છું
જે સુખની ક્ષણો મને પ્રાપ્ત થઈ છે એ બધી જ તારે નામે લખું છું
તારે નામે લખું છું.

– કુમાર પાશી
( અનુવાદ- સુરેશ દલાલ)

કવિ પ્રિયજને ભેટ કરવા માટે સૌથી મોંઘેરી ચીજો એકઠી કરે છે. બધું એમા મૂક્યા પછી છેલ્લે ઉમેરે છે… પોતાને પ્રાપ્ત થયેલી સુખની બધી ક્ષણો !

8 Comments »

  1. kantilalkallaiwalla said,

    January 27, 2009 @ 11:17 PM

    Poet has given all the best of the world and all the best what he has and had. As far as poetry is concerned it is best, and the beloved is more happy to know some one is rembering.Words are speaking.

  2. Taha Mansuri said,

    January 28, 2009 @ 12:24 AM

    ખુબ જ સરસ રચના અને તેટલો જ સુંદર અનુવાદ.

    પાકિસ્તાનમાં બાળપણ ગાળી આવેલા આદિલ મન્સૂરી સાહેબ ને ભારતનું નાગરિકત્વ મળ્યું હતું તેમાં આ હિન્દી ભાષી કવિ “કુમાર પાશી” નો ખુબ મોટો હાથ હતો.

  3. B.B.POPAT said,

    January 28, 2009 @ 1:16 AM

    VERY GOOD KAVITA I LIKE VERY MUCH

  4. વિવેક said,

    January 28, 2009 @ 2:14 AM

    સુંદર પ્રેમકાવ્ય… સરળ, સહજ અને માર્મિક…

  5. pragnajuvyas said,

    January 28, 2009 @ 6:03 AM

    સુંદર કાવ્ય
    તારે નામે ઊજળી સવાર, રંગીન સાંજ લખું છું
    સનાતન જામ લખું છું
    જે સુખની ક્ષણો મને પ્રાપ્ત થઈ છે એ બધી જ તારે નામે લખું છું
    તારે નામે લખું છું.
    આ પંક્તીઓનો અંદાઝેબયાં ગમ્યો!
    આ પ્રેમનો અંદાઝ થોડો છે અલગ
    અસ્તિત્વમાંથી ખુદ તમે ખૂટો સખી
    દૂર સાગરમાં અવશ સરતા, સખી !
    પત્રનાં તરણે અમે તરતા, સખી !
    જાગતી રાતે જગત ઊંઘે તદા –
    પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી !

  6. mukesh Variawa said,

    January 28, 2009 @ 8:02 AM

    પ્રેમ આપ્વામા જ ચે. આનાથિ બિજુ કયુ ઉદાહરન જોઈએ. ખુબ સરસ અભિવ્યક્તિ.

  7. ઊર્મિ said,

    January 28, 2009 @ 12:03 PM

    મસ્ત મજાનું કાવ્ય…!

    “તારે નામે લખું છું: … ” મને પણ કંઇક લખવાનું મન થઈ ગયું… 🙂

  8. shriya said,

    February 4, 2009 @ 1:37 AM

    કેવી સરસ વાત કરી છે કવિએ..
    તારે નામે લખું છું : સિતારા, પતંગિયા, આગિયા…
    તારે નામે લખું છું : આનંદ, આરજૂ, ખુશબૂ
    તારે નામે લખું છું : એ આખુંય ખુશનુમા શહેર
    જે મેં જોયું નથી….
    તારે નામે ઊજળી સવાર, રંગીન સાંજ લખું છું–

    અને સૌથી છેલ્લે…
    જે સુખની ક્ષણો મને પ્રાપ્ત થઈ છે એ બધી જ તારે નામે લખું છું
    તારે નામે લખું છું.

    વાહ!! વાહ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment