૨૬-૧-૧૯૫૦ – વેણીભાઈ પુરોહિત
અમાવસ્યા નથી, પૂનમ નથી, રજની રૂપાળી છે,
ગુલામીને પ્રજળતી જ્યોતની આજે દિવાળી છે.
હજી એ યાદ છે જુલ્મો ને ઝિન્દાબાદ જખ્મો છે,
સિતમની સેંકડો ગોળી કલેજામાં રમાડી છે.
શહીદીની અને એ ઈન્કિલાબીની કથા વાંચો:
કથાઓ લાલ છે, એની વ્યથાઓ ક્રૂર છે, કાળી છે.
જુઓ ગાંધીની હત્યા પણ શહીદીના મુગટમાં છે,
બધી ગમખ્વાર ગાથાઓ સગી આંખે નિહાળી છે.
ઠરી જઈને પ્રગટ થાનાર દીવડાઓ શહીદો છે,
અને એ દીપમાળાએ બધી આલમ ઉજાળી છે.
નથી હીરા, નથી મોતી, નથી રાજા, નથી રાણી :
અમારા તાજમાં વનકેસરીની કેશવાળી છે.
અમારા દિલના તખ્તા પર અને દિલ્હીના તખ્તા પર
બિરાજે છે સદા ભારત, જમાનો ભાગ્યશાળી છે.
હજારો વાતમાંથી વાત એક જ યાદ રાખી લે :
કે એકએક બચ્ચો દેશના ગુલશનનો માળી છે.
કે સત્તાવન થી સુડતાલીસ – ! કતલની રાત ગાળી છે,
અને ઈતિહાસમાં આજે દિવાળીની દિવાળી છે.
– વેણીભાઈ પુરોહિત
ઘણા વખતથી શોધતો હતો એ ગઝલ આજે બરાબર મોકાના સમયે મળી ગઈ ! ઓગણસાઠ વર્ષ પહેલા પ્રજાનો મિજાજ કેવો હશે એ આ ગઝલમાં દેખાઈ આવે છે – એક તરફ છે લોહી વહાવીને આઝાદી મેળવી એનું ગૌરવ અને બીજી તરફ છે નવી શરૂઆતનો નશો. આજનો દિવસ દુનિયાના ઈતિહાસમાં સૌથી અનોખા દેશને ઊજવી લેવાનો દિવસ છે…બધાને ભારત મુબારક !
mukesh said,
January 26, 2009 @ 11:52 PM
જય હિન્દ્. મેરા ભારત મહાન્.
P Shah said,
January 27, 2009 @ 2:21 AM
હજારો વાતમાંથી વાત એક જ યાદ રાખી લે :
કે એકએક બચ્ચો દેશના ગુલશનનો માળી છે.
યુવાનોને પ્રેરણાદાયક રચના !
આભાર !
Shah Pravinchandra Kasturchand said,
January 27, 2009 @ 6:48 AM
વેણીભાઈએ આઝાદીની વેણી ગૂંથીને આપી.
ભારતમાના કેશમાં કેવી સરસ બાંધી આપી?
વિવેક said,
January 27, 2009 @ 7:19 AM
અમારા દિલના તખ્તા પર અને દિલ્હીના તખ્તા પર
બિરાજે છે સદા ભારત, જમાનો ભાગ્યશાળી છે.
કે સત્તાવન થી સુડતાલીસ – ! કતલની રાત ગાળી છે,
અને ઈતિહાસમાં આજે દિવાળીની દિવાળી છે.
-પ્રભાવશાળી રચના…
pragnajuvyas said,
January 27, 2009 @ 8:00 AM
હજારો વાતમાંથી વાત એક જ યાદ રાખી લે :
કે એકએક બચ્ચો દેશના ગુલશનનો માળી છે.
વાહ્
harshini said,
January 27, 2009 @ 8:17 AM
વાહ…આઝાદીની ખુમારી અને નવા ભારતની સુન્દર કલ્પના….મેરા ભારત મહાન….
pragnajuvyas said,
January 27, 2009 @ 8:34 AM
મઝાની ગઝલ
આ શેરો તો ખૂબ સરસ
Ramesh Patel said,
January 27, 2009 @ 9:01 AM
વાહ વેણીભાઈ પુરોહિત
ખુમારીભરી ગઝલ
નથી હીરા, નથી મોતી, નથી રાજા, નથી રાણી :
અમારા તાજમાં વનકેસરીની કેશવાળી છે.
રમેશ પટેલ(આકાશ્દીપ)
Sandhya Bhatt said,
January 27, 2009 @ 11:02 AM
વાહ વેણીભાઈ, વાહ વિવેકભાઈ, અદભુત….
Sandhya Bhatt said,
January 27, 2009 @ 11:05 AM
Oh,sorry, Dhavalbhai, You have found out this gazal.
ઊર્મિ said,
January 30, 2009 @ 12:40 PM
નથી હીરા, નથી મોતી, નથી રાજા, નથી રાણી :
અમારા તાજમાં વનકેસરીની કેશવાળી છે.
અમારા દિલના તખ્તા પર અને દિલ્હીના તખ્તા પર
બિરાજે છે સદા ભારત, જમાનો ભાગ્યશાળી છે.
વાહ… પ્રથમવાર જ વાંચી… ખરેખર ખૂબ જ સુંદર રચના… જાણે આ રચના પોતે જ આઝાદીની દિવાળીની ઉજવણી જેવી લાગે છે!