માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
મરીઝ

(અટકળ હતી) – રમેશ ઠક્કર

ધાર કે એ આપણી અટકળ હતી,
વાત તોયે સાવ ક્યાં પોકળ હતી?

ચાલવાના અર્થને જાણ્યા પછી,
થોભવાની વાત તો વળગણ હતી.

લાગતો આજે ભલે પટ રેતીનો,
આ નદીની ગોદમાં ખળખળ હતી.

સીમ, વગડો, ડાળ, ઝાડી. પાંદડાં,
એક યાદી કેટલી ઝળઝળ હતી.

ના કદી એથી વધુ પામી શક્યા
પામવાની ધારણા કેવળ હતી.

– રમેશ ઠક્કર

સરળ શબ્દો પણ વાત મજાની… કાફિયાદોષ થોડો ખટકે છે પણ એને અવગણીએ તો રચના આસ્વાદ્ય થઈ છે…

3 Comments »

  1. Mohamedjaffer Kassam said,

    November 29, 2018 @ 4:50 AM

    બહુજ સરસ્

  2. bharat trivedi said,

    November 29, 2018 @ 11:35 PM

    ગઝલનું ગ્રામર જળવાય તો સારુ પણ સારી ગઝલ હોય તો જલસા જ જલસા.

  3. Vineshchandra chhotai said,

    December 6, 2018 @ 9:00 AM

    આ રચના વિષેશ જરજા ની છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment