તમે રોજ આવો ન સ્વપ્નોમાં મારા,
મજાનું મિલન, પણ છે વળતર નિસાસો.
ફર્યો શું યયાતિનો કર એના માથે?
જરાયે નથી થાતો જરજર નિસાસો.
– નેહા પુરોહિત

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રમેશ ઠક્કર

રમેશ ઠક્કર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(અટકળ હતી) – રમેશ ઠક્કર

ધાર કે એ આપણી અટકળ હતી,
વાત તોયે સાવ ક્યાં પોકળ હતી?

ચાલવાના અર્થને જાણ્યા પછી,
થોભવાની વાત તો વળગણ હતી.

લાગતો આજે ભલે પટ રેતીનો,
આ નદીની ગોદમાં ખળખળ હતી.

સીમ, વગડો, ડાળ, ઝાડી. પાંદડાં,
એક યાદી કેટલી ઝળઝળ હતી.

ના કદી એથી વધુ પામી શક્યા
પામવાની ધારણા કેવળ હતી.

– રમેશ ઠક્કર

સરળ શબ્દો પણ વાત મજાની… કાફિયાદોષ થોડો ખટકે છે પણ એને અવગણીએ તો રચના આસ્વાદ્ય થઈ છે…

Comments (3)