એક તો એવોર્ડ મને આપો! – કૃષ્ણ દવે
છાસ લેવા જાઉં છું ને દોણી નહી સંતાડું,
મારી આ પંક્તિ છે,છાપો,એક તો એવોર્ડ મને આપો!
ચોવીસ કલ્લાક આમ હું ક્યાં ફરું છું કોઈ મોટ્ટા કવિશ્રીના વ્હેમમાં?
“એવોર્ડ મેળવવાની કળા” એ નામવાળું પુસ્તક વાંચ્યું ને પડ્યો પ્રેમમાં,
ત્યારથી આ સ્પીડબોટ સામે ઉતાર્યો છે નાનકડો આપણો તરાપો.
એક તો એવોર્ડ મને આપો!
ફંક્શનમાં હંમેશાં જઈએ ને આવીએ તે અમને પણ ભાવ થોડો થાય,
ઊઠતાં ઘોંઘાટમાં ય સુરીલો કંઠ કો’ક નાનું પણ ગીત મારું ગાય;
એવું ક્યાં કહું છું કે મારાથી ચડિયાતી લીલ્લી કોઈ ડાળ તમે કાપો ,
એક તો એવોર્ડ મને આપો!
ઓરીજીનલ ચંદનનું લાકડું છું; એટલે હું આવ્યો છું આપશ્રીને દ્વાર,
વર્ષોથી આમ હું ઘસાઉં છું; છતાંય એક તિલ્લકમાં આટલી કાં વાર?
એવોર્ડ મેળવવાનું લોબિંગ કરાવવાનાં મેં ક્યાં કર્યાં છે કોઈ પાપો?
એક તો એવોર્ડ મને આપો!
– કૃષ્ણ દવે
આજે જરા હળવા મૂડની વાત……
Chitralekha Majmudar said,
September 26, 2018 @ 4:43 AM
Quite light humour.Nice soft poem. Thanks.
Pravin Shah said,
September 26, 2018 @ 11:24 AM
મઝા આવી ગઈ !
Mohamedjaffer Kassam said,
September 27, 2018 @ 5:18 AM
એક તો એવોર્ડ મને આપો!
ketankumar parmar said,
September 28, 2018 @ 4:39 AM
શુ કટાક્ષ કર્યો છે.
muni mehta said,
October 6, 2018 @ 2:51 AM
અવોર્દ નુ એવુ કે–મિલ આય તો મિતિ ન મિલે તો સોનુ
અવર્દ નુ તો અવુ!!!
મુનિ
SAMIR T SHAH said,
December 10, 2020 @ 9:46 AM
એક તો એવોર્ડ મને આપો …. ના જવાબ માં કૃષ્ણ દવેની જ પંક્તિઓ ટાંકવાનું મન થાય
ઢેફું સમજીને તમે ફેંકી દ્યો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો
અમને શું ફેર પડે બોલો ?
એવોર્ડ તમે આપો કે ના આપો અમને શું ફેર પડે બોલો
Shailesh solanki said,
May 5, 2024 @ 11:57 AM
આ કાવ્ય તો કવિ શ્રીના કંઠે સાંભળવાની મોજ પડી જાય….
Shailesh solanki said,
May 5, 2024 @ 11:58 AM
આ કાવ્ય તો કવિ શ્રીના કંઠે સાંભળવાની મોજ પડી જાય….youtyube પર ઘણી વાર સાંભળીછે….