નોખું જ કૈંક પ્રાપ્ત થશે, બાતમી હતી,
જીવતાં જણાયું એ જ સડુ જિંદગી હતી.
- વિવેક મનહર ટેલર

રીત – પરાગ ત્રિવેદી

આ તે
શાંતિ સ્થાપવાની
કેવી
રીત
છે ?
પહેલાં તેઓ
કબૂતરોને પકડે છે,
દિવસો સુધી તેમને પૂરી રાખે છે,
અને પછી
કોઈ એક ચોક્કસ સમયે
તેમને ઉડાડીને
શાંતિનો
સંદેશો આપે છે !

– પરાગ ત્રિવેદી

‘શાંતિદૂતો’ ખરેખર કંઈ શાંતિની શોધમાં ઊડી જતા નથી હોતા, એ તો બને તેટલા દૂર ભાગી જવાની કોશિશમાં હોય છે એટલું જ !

7 Comments »

  1. ઊર્મિ said,

    January 21, 2009 @ 9:01 PM

    હાવ હાચી વાત કરી પરાગભાઈએ…!

  2. વિવેક said,

    January 22, 2009 @ 12:24 AM

    સુંદર ભાવકાવ્ય!

  3. mukesh said,

    January 22, 2009 @ 12:39 AM

    Paragbhai,
    This is the reality of our life.

  4. Anjli said,

    January 22, 2009 @ 7:07 AM

    In human society, if one kills a man he has to be hanged [or punished]. That is the law of the state. Because of ignorance people do not perceive that there is a complete state controlled by the Supreme Lord. Every living creature is the son of the Supreme Lord, and He does not tolerate even and ant’s being killed. One has to pay for it.
    Haribol

  5. pragnaju said,

    January 22, 2009 @ 8:32 AM

    પહેલાં તેઓ
    કબૂતરોને પકડે છે,
    દિવસો સુધી તેમને પૂરી રાખે છે
    તેમા નવાઈ નથી લાગતી…
    કબૂતરોને ટાળવાનો ઉપાય અમેરિકનો પણ કરી શકતા નથી. હવે તેને રાયફલથી મારવાનું શરૂ થયું છે. હોલિવૂડ, સાંતા મોનિકા, લિન્ડા વિસ્ટા વગેરે કેલિફોર્નિયા રાજયનાં શહેરો તેમ જ એલ પાસો અને ડેનવાર શહેરમાં હવે તમામ ઉપાય નિષ્ફળ જતાં કબૂતરોનો ‘બર્થ કંટ્રોલ’ કરવાની કોશિશમાં ખાસ પ્રકારના મિશ્રિત ચણ નખાય છે. કબૂતરોની વસતી તેથી સતત ઘટતી આવી છે.અમારા ન્યૂ યૉર્ક શહેરમાં પણ કબૂતરોને વાંઝિયાં બનાવવાની દવા વપરાય છે. કબૂતરોએ મેનહટ્ટન વિસ્તારનાં ઘણાં બિિલ્ડંગોને અને પૂતળાને હાનિ કરી છે. ન્યૂ યૉર્કના સ્ટેટન આઇલેન્ડમાં ૨૦.૧ કરોડ ડૉલરના ખર્ચે ફેરી સર્વિસના ટર્મિનલને શણગારવામાં આવ્યું પણ કબૂતરોએ એને ગંદું કરી નાખ્યું હતું એટલે ત્યાં કબૂતરો માટે બર્થ કંટ્રોલની ઝુંબેશ ઊપડી હતી.

  6. Dr. J.K.Nanavati said,

    January 22, 2009 @ 10:12 PM

    કબુતર શોધવા નીકળ્યું હતું, પિસ્તોલ ને ગોળી
    કર્યું જો કાંઈ ના લોકો, બનાવીશું અમે ટોળી…

    આતંક સમયે આ શાંતિદૂતોનો કચ્ચરઘાણ નીકળી ગયો
    ત્યારે તેમની માનવ જાત પ્રત્યેની અપેક્ષા અને આક્રોશ

    ડો. નાણાવટી

  7. mahesh Dalal said,

    January 24, 2009 @ 2:30 PM

    માન વ વ્હેવ્હાર નો આજ તો નમુનો.. સાચિ વાત્.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment