‘ઈર્શાદ’, છેલ્લી ખેપ છે, ભેંકાર ભર નહીં;
થથરી રહ્યાં છે વાવટા બારે જહાજના.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ઇશ્વર મળે – હિતેન આનંદપરા

એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે
જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે

હર વખત એ પ્રશ્ન ઘૂમરાયા કરે હું કોણ છું?
હર વખત એ પ્રશ્નનો ઉત્તર મને અધ્ધર મળે

વાત જે કરવી હતી એને, કદી ના થઇ શકી
રાહ જોતા રહી ગયા કે આગવો અવસર મળે

કાશ થોડી લેતી દેતી હોત તો મળતાં રહેત
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે

એક સધિયારો અપાવે બે અડોઅડ આંગળી
હૂંફના નામે મઢેલાં સ્પર્શનાં અસ્તર મળે

ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો
શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઇશ્વર મળે

– હિતેન આનંદપરા

8 Comments »

  1. Kanankumar Trivedi said,

    May 29, 2018 @ 3:59 AM

    Its very beautiful

  2. Rohit kapadia said,

    May 29, 2018 @ 4:15 AM

    લખતાં લખતાં ઈશ્વર સુધી પહોંચવાની વાત ખૂબ જ સુંદર. ધન્યવાદ. સહજ ભાવે મનોજ ખંડેરિયા સાહેબની બે પંક્તિ યાદ આવી ગઈ.
    મને સદભાગ્ય કે શબ્દો મળ્યાં તારે શહેર જાવાં
    ચરણ લઈ દોડવાં બેસું તો વરસોનાં વરસ લાગે.

  3. Jaffer Kassam said,

    May 29, 2018 @ 6:07 AM

    ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે,
    તે છતાં લખતાં રહો
    શક્ય છે આ માર્ગ પર,
    આગળ જતાં ઇશ્વર મળે

  4. ketan yajnik said,

    May 29, 2018 @ 2:35 PM

    ketan yajnik jkykcy@gmail.com There is a problem with this blog site. As shown here I am getting someone else’s email address. This happened second time.

  5. Deepak Shah said,

    May 29, 2018 @ 4:51 PM

    હર વખત એ પ્રશ્ન ઘૂમરાયા કરે હું કોણ છું?
    હર વખત એ પ્રશ્નનો ઉત્તર શોધો તો જરૂર અને સદ્ધર મળે

    શુધ્ધતાનુ આત્મ-જ્ઞાન ફળે,જયારે pure આત્મ જ્ઞાની મળે

  6. સુરેશ જાની said,

    May 30, 2018 @ 12:07 PM

    લખવાથી ઈશ્વર મળે કે કેમ એ ચર્ચાનો વિષય છે. પણ…
    લખ’વા’ જરૂર થાય !

  7. yogesh shukla said,

    May 31, 2018 @ 7:41 PM

    આ પંક્તિ ને હું ખુબ દાદ આપું છું ,,,,

    હર વખત એ પ્રશ્ન ઘૂમરાયા કરે હું કોણ છું?
    હર વખત એ પ્રશ્નનો ઉત્તર મને અધ્ધર મળે

  8. Dr Sejal said,

    January 6, 2020 @ 6:08 AM

    ખૂબ સરસ. ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment