અવરજવર – ભાવિન ગોપાણી
હતું એ જ છે આ મકાન પણ ના રહી કશાની અવરજવર
તમે આવજાવ જો ના કરી, ના રહી હવાની અવરજવર
છે કબૂલ, એક હવા શ્વસી છતાં આપણામાં ફરક જુઓ
તમે ઝાડ જેવી છો સ્થિરતા, અમે પાંદડાની અવરજવર
મને સુખ કે દુઃખ વિષે પૂછશો તો કહો ભલા શું જવાબ દઉં
કદી સુખ કે દુઃખ તો હતું નહી, હતી વેદનાની અવરજવર
હવે પ્રશ્ન થાય છે જોઈને આ ધરાના હાલહવાલને
આ બધી જગાઓ શું એ જ છે? હતી જ્યાં ખુદાની અવરજવર
હતી ટેવ ભીડની કઈ હદે કે જીવન તો ઠીક એ બાદ પણ
બની લાશ કોઈ પડ્યું રહ્યું, હતી જ્યાં બધાની અવરજવર
– ભાવિન ગોપાણી
ગનીચાચાની ‘દિવસો જુદાઈના જાય છે’માં પ્રયોજાયેલા આ કામિલ છંદમાં આપણી ભાષામાં આમેય બહુ ઓછી રચનાઓ થાય છે, એવામાં આવી મજાની ગઝલ મળે એટલે આનંદ! લગભગ બધા જ શેર મનનીય થયા છે.
Dharmesh Bhadja said,
May 17, 2018 @ 5:19 AM
Amazing Bhavinbhai !!! 👌🏻👌🏻👌🏻
સુરેશ જાની said,
May 17, 2018 @ 10:56 AM
હતી ટેવ ભીડની કઈ હદે કે જીવન તો ઠીક એ બાદ પણ
બની લાશ કોઈ પડ્યું રહ્યું, હતી જ્યાં બધાની અવરજવર
———-
શહેરી સંસ્કૃતિની અ-સંવેદનશીલતા અહીં પોકે પોક મુકીને રડે છે.
માનીતા કવિ જવાહર બક્ષી નો ‘હું તો નગરનો ઢોલ છું ….’ યાદ આવી ગયો.
સંજુ વાળા said,
May 17, 2018 @ 11:04 AM
સરસ છંદ
સરસ ગઝલ
અભિનંદન કવિ
La kant Thakkar said,
May 17, 2018 @ 9:26 PM
” … બધી જગાઓ શું એ જ છે? હતી જ્યાં ખુદાની અવરજવર ? ” … ” बाकी बधुं तो ठीक,fine … भाई, “ख़ुदा” तो “छे” ज, ( इ वर्तमान क्षण) ! (‘आव-जाव’-जोनारनी, मूलवनारनी दृष्टिभेदनो भास-आभास ,भ्रम मात्र !)
मूळ वात-मुद्दो ए , के, “लो ऑफ़ अट्रैक्शन” समग्र अस्तित्वमां काम करे ज छे ! स-गोत्र(एक्सरखा गुण-दोष वाळा तत्त्वो )पारस्परिक ऑटोमेटिक खेंचाणथी आकर्षाइ (गुरुत्वाकर्षण) एक थता रहे छे,स्वयं … मोटुं नानाने खुदमां समावी ले ,सहज,कुदरती रीते । मतलब, भावकनी भीतरनूं तत्त्व ,जे हाँवी होय ( सत्त्व/रजस/तमस) एवी सोच/भाव लहर जागी , उजागर थाय,बाह्यमां प्रकट थाय ! कोई पण बे जण, आपणे सामसामे स्थित छीए, तो, सहज ज दृश्ष्टि विरुद्ध दिशानी होई प्रतिभाव अलग प्रकारना होइ शके,अहीं पण आम ज थई रह्युं छे ने?
आ नकारात्मक टिप्प्णी न गणवी, एक विचार- विस्तार सहज लहरना अनुसंधाने, बस,इतना ही!
प्रेरक आपनुं लखाण ,आभार …
Lalit Trivedi said,
May 18, 2018 @ 5:27 AM
Waah..saras.
nirlep said,
May 26, 2018 @ 12:08 PM
BG is a very promising talent of new generation – I like his most of the gazals, presentation/recitation in mushaayraa is also nice & interesting…in my personal opinion, except matla, other stanzas are just okay…maybe because most of his gazal on layastaro are too awesome