જળનો જ જીવ છું ફરી જળમાં વહી જઈશ
પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ
– જવાહર બક્ષી

(કૃપા) – ઉષા

તારી કૃપા વરસી
તેને બંને હાથોથી ઝીલી હું ધન્ય બની
તારી કૃપા વરસતી જ રહી
એને ઝીલવા મારા બાહુ અધૂરા પડવા લાગ્યા.
તેં મને બે સૂક્ષ્મ બાહુ આપ્યા
ચતુર્ભુજ બનીને હું તારી કૃપા ઝીલતી રહી.
તારી કૃપા અખંડિત વરસતી જ રહી,
.                         વરસતી જ રહી!
ક્યારેક તો એટલી અનહદ વરસતી
કે પાત્ર પણ ટાંચું પડતું
ગજું નહોતું એ કૃપાને સમાવવાનું.

પરંતુ,
અચાનક માર્ગ જડી આવ્યો
ચતુર્ભુજાથી ઝીલાતી કૃપાને
મેં સહસ્ત્રભુજાથી વહેંચવા માંડી.

હવે પાત્ર ક્યારેય ટાંચું નહીં પડે.
તું વરસતો જ રહેજે!

– ઉષા

ગીતાંજલિના પહેલા જ પુષ્પમાં કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોર કહે છે: Thy infinite gifts come to me only on these very small hands of mine. Ages pass, and still thou pourest, and still there is room to fill. (તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.)

આ કવિતા ટાગોરની કવિતા જ્યાં પૂરી થાય છે, ત્યાંથી આગળ વધે છે. કવયિત્રી કહે છે કે ઈશ્વરની કૃપા ઝીલવા માટે બે હાથ નાના પડવા માંડ્યા તો એમણે ચાર હાથે ઝીલવી શરૂ કરી પણ ઈશ્વરકૃપા ઝીલવી ત્યાં સુધી શક્ય ન બની જ્યાં સુધી બે હાથે લીધેલી વસ્તુ હજાર હાથે વહેંચવી શરૂ ન કરી… આ જ સાચો ઉપાય છે. એ જે મહેરબાની વરસાવે છે એમાં સમસ્તિને ભાગીદાર બનાવીશું તો જ એની મહેરબાની એકધારી અને વધુને વધુ વરસતી રહેશે…

10 Comments »

  1. સુરેશ જાની said,

    May 10, 2018 @ 3:41 PM

    ચતુર્ભુજાથી ઝીલાતી કૃપાને
    મેં સહસ્ત્રભુજાથી વહેંચવા માંડી.
    વાહ! વહેંચણી ગમી.

  2. Girish Parikh said,

    May 10, 2018 @ 3:53 PM

    DRAFT
    (GRACE)
    Thy grace rained
    Receiving it by both hands I got blessed
    Thy grace kept raining
    To keep receiving it my hands were not enough.
    You gave me two subtle hands
    Chaturbhuja I became and kept receiving Thy grace.
    Thy unlimited grace kept raining,
    kept raining!
    At times it rained infinitely
    and the tiny vessel couldn’t hold it
    It wasn’t capable of containing it.

    But,
    Suddenly the problem was solved
    The grace being received by my four hands
    I started distributing by thousand hands.
    Now the vessel will never be tiny.
    And you keep raining!

  3. Girish Parikh said,

    May 12, 2018 @ 3:44 PM

    ઉષાજીઃ નમસ્તે.
    આપ અનુમતિ આપો તો ટાગોરની યાદ આપતા આપના આ (કૃપા) મુક્તકાવ્યના (અછાંદસ નહીં કહું!) અંગ્રેજીમાં અવતારને સામયિકો વગેરે પર પ્રકાશન માટે મોકલવા માંડું. જો કોઈ પુરસ્કાર મળશે તો જો કંઈ ખર્ચ થયું હોય એ બાદ કરીને 50-50 લઈશું.
    જો આપને રસ હોય તો મને gparikh05@gmail.com સરનામે ઇ-મેઇલ કરશો.

  4. વિવેક said,

    May 13, 2018 @ 1:35 AM

    @ ગિરીશ પરીખ:

    આપશ્રીને નમ્ર વિનંતી છે કે આપ આપના પ્રતિભાવોને પ્રતિભાવ પૂરતાં જ સીમિત રાખો. અહીં વાણિજ્ય કે આપના પ્રચારનું મેદાન નથી…

  5. Girish Parikh said,

    May 13, 2018 @ 10:41 AM

    પ્રિય વિવેકભાઈઃ આપનું સૂચન માથે ચડાવું છું.

  6. Girish Parikh said,

    May 13, 2018 @ 6:30 PM

    ઉષાજીના ગીતની પ્રેરણાથી સર્જાયેલું નીચેનું ગીત એમને જ અર્પણ કરું છુંઃ

    વરસે અપરંપાર કૃપા તવ
    વરસે અપરંપાર
    કરુણા તારી અપાર કૃપા તવ
    વરસે અપરંપાર
    સમાય ના બે હાથોમાં તવ
    કૃપાનો વરસાદ
    સૂક્ષ્મ હાથ બે બીજા આપો
    એવો પાડું સાદ
    બનું ચતુર્ભુજ ઝીલવા માટે
    આપનો કૃપા-પ્રસાદ
    પણ આપે તો કૃપા કરીને
    આપ્યા હજાર હાથ
    હજાર હાથે વહેંચુ સહુને
    કૃપાનો પરસાદ.

  7. La Kant Thakkar said,

    May 21, 2018 @ 10:35 AM

    “આપનો કૃપા-પ્રસાદ
    પણ આપે તો કૃપા કરીને
    આપ્યા હજાર હાથ
    હજાર હાથે વહેંચુ સહુને
    કૃપાનો પરસાદ….”
    વાહ, વ…….હ … વાહ વાહ-વાહ !!!!!

    “એની કૃપા”ના ય અવનવા રંગ હોય છે !…….

    આનંદ મંગલ મંગલ
    શાંત જળની સામે એકલા, વાળી પલાંઠી બેઠા ,
    નિજ એકાંતે સુખાનુભૂતિનો આનંદ માણી રહ્યા ,
    તંતોતંત અમી છાંટણા થયા,ઈશકૃપાના રણકારા ,
    આવી પૂગ્યા હરિ અમારે દ્વાર ! બાજે ભણકારા .
    ઘંટનાદ,મંજીરા,શરણાઈના બજંત રે ઝણકારા ,
    ફૂલો,કંકુ,ચોખા,અબીલ-ગુલાલ ઉમંગે ઉછાળ્યા ,
    આનંદ મંગલ મંગલ ભયો, ભીતરમાં હરખાયા ,
    આનંદ આનંદ મંગલ મંગલ આનંદ-મંગલ ઉજવાયા
    ***
    “બેસું નિજ સંગ સ્થિર થઇને, ચિંતનથી તારવું સાર જીવનનો,-
    શાંતિ,સ્થિરતા પ્રભુકૃપા ઘણી,ગૂંજે જે શ્વાસોમા રણકાર એનો છે!
    આકાશ જેવા આ ભરચક સુખના અનુભવોનો કાફિલો એનો છે!”
    ***
    – સંબંધ
    હું પવન થઈ ઉડ્યો લઈ સુગંધ અકબંધ,
    જ્યાં ગયો રંગો વેર્યા ફૂલોના બહુ અનંત,
    તાઝગીના છંટકાવ થયા ભરપૂર અંગ અંગ,
    નઝાકત સંગ બંધાયા કઈં સંબંધ અંતરંગ,
    ***
    રાધાને રોમ,
    રોમ વસે કહાન,
    બાંસુરી-નાદ
    ***
    સમયની સાવળી ગતિ,
    અને વિપરીત દિશાની આપણી ગતિ !
    એજ છે આપણી સ્થિતિ!
    જેને જીવનની હયાતિ-અસ્તિત્વ
    એવું નામ આપી શકાય!
    સચરાચરમાં વ્યાપ્ત ‘હવા’,
    પ્રાણ-શક્તિના આનંદલિપ્ત આ માહોલમાં,
    આ એક સર્જન જ તો છે. અને,
    એક ગૂંજ મનભર! અનુરવ-રમણા ,
    અસ્તિત્વ-નાદનો અહેસાસ બસ!
    ‘ઓમ’માં રમ્યા કરે મન , બસ!
    સર્વેશ્વર આવી ભેટતો ,
    ક્ષણે ક્ષણ ……. સતત !
    ***
    તારી હાજરી,તારો માહોલ,તારી સુગંધ ભારી,
    તું હવા,તારી હરફર,આવન-જાવન,રહેમ તારી ,
    દેખાતું બધું ભ્રમ-આભાસ,લાગતું! મહેર તારી॰
    કીકત,વાસ્તવ-મરમ તું, નજર-એ- કરમ તારી ,
    “આ હુ,તે તું”ના ભેદ ગયા ઓસરી,રહેમ તારી ,
    પરમ શક્તિનું પ્રમાણ જીવંત,બધે રહ્યું વિચરી ,
    ‘હોવું’,સહજ-સત્ય,એ સમજ વસી રહી,પમાતું
    જે ક્ષણમાં,પરમઆનંદ રે’ કાયમ વર્તી, નીતરી .
    ***

  8. La Kant Thakkar said,

    May 21, 2018 @ 10:41 AM

    .આપનો કૃપા-પ્રસાદ
    પણ આપે તો કૃપા કરીને
    આપ્યા હજાર હાથ
    હજાર હાથે વહેંચુ સહુને
    કૃપાનો પરસાદ.
    વાહ !
    એની કૃપાના અવનવા રંગ ….
    ***
    – આનંદ મંગલ મંગલ

    શાંત જળની સામે એકલા, વાળી પલાંઠી બેઠા ,
    નિજ એકાંતે સુખાનુભૂતિનો આનંદ માણી રહ્યા ,
    તંતોતંત અમી છાંટણા થયા,ઈશકૃપાના રણકારા ,
    આવી પૂગ્યા હરિ અમારે દ્વાર ! બાજે ભણકારા .
    ઘંટનાદ,મંજીરા,શરણાઈના બજંત રે ઝણકારા ,
    ફૂલો,કંકુ,ચોખા,અબીલ-ગુલાલ ઉમંગે ઉછાળ્યા ,
    આનંદ મંગલ મંગલ ભયો, ભીતરમાં હરખાયા ,
    આનંદ આનંદ મંગલ મંગલ આનંદ-મંગલ ઉજવાયા .

  9. La Kant Thakkar said,

    May 21, 2018 @ 10:44 AM

    આ ચારે બાજુ ચળકતી રેતશી રજકણો,
    ચોપાસ તરતી-ફરતી માત્ર ક્ષણોજ ક્ષણો,
    હું આટલો વિરાટ વિશાળ ક્યારેય નો’તો,
    હું આટલો બળકટ બેફામ ક્યારેય નો’તો,
    હું તો જાણે છું સતત પ્રકાશનો પૂંજ પૂંજ,
    હું અફાટ આકાશ ને, પવનની ગૂંજ ગૂંજ.
    હું કંઇક ઉષ્ણ-ગરમ, અમલ શીતલ પણ,
    હું અંધાર નર્મ લીસ્સો-કોમલ કોમલ પણ,
    હું હવા,અનરાધાર વરસું ચારેકોર અપાર,
    હું સુગંધ સ્પરશું એમ રોમેરોમ સંચાર,
    હું જળમાં વહું, માટીને અનહદ પ્રેમ કરું,
    હું વહું સમયની સંગ સંગ,અકળ છેક રહું,
    હું મૂળ, પંચ તત્વગત સત્-પરમ-ઈશ્વર!
    હું આમ તો, કણ કણ માં મરમ – ઈશ્વર !

  10. La Kant Thakkar said,

    May 21, 2018 @ 10:45 AM

    આપનો કૃપા-પ્રસાદ
    પણ આપે તો કૃપા કરીને
    આપ્યા હજાર હાથ
    હજાર હાથે વહેંચુ સહુને
    કૃપાનો પરસાદ.
    વાહ !
    એની કૃપાના અવનવા રંગ …

    આ ચારે બાજુ ચળકતી રેતશી રજકણો,
    ચોપાસ તરતી-ફરતી માત્ર ક્ષણોજ ક્ષણો,
    હું આટલો વિરાટ વિશાળ ક્યારેય નો’તો,
    હું આટલો બળકટ બેફામ ક્યારેય નો’તો,
    હું તો જાણે છું સતત પ્રકાશનો પૂંજ પૂંજ,
    હું અફાટ આકાશ ને, પવનની ગૂંજ ગૂંજ.
    હું કંઇક ઉષ્ણ-ગરમ, અમલ શીતલ પણ,
    હું અંધાર નર્મ લીસ્સો-કોમલ કોમલ પણ,
    હું હવા,અનરાધાર વરસું ચારેકોર અપાર,
    હું સુગંધ સ્પરશું એમ રોમેરોમ સંચાર,
    હું જળમાં વહું, માટીને અનહદ પ્રેમ કરું,
    હું વહું સમયની સંગ સંગ,અકળ છેક રહું,
    હું મૂળ, પંચ તત્વગત સત્-પરમ-ઈશ્વર!
    હું આમ તો, કણ કણ માં મરમ – ઈશ્વર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment