(કોનો સાદ છે!) – મેઘબિંદુ
ભૂલી જવી જે જોઈએ એ વાત યાદ છે,
બસ એટલે તો આપણી વચ્ચે વિવાદ છે.
ધાર્યું થયું ના એટલે વિવશ બની ગયો,
દૃષ્ટિ કરું છું જ્યાં હવે ઘેરો વિષાદ છે.
શ્રદ્ધા રહી ના એટલે શંકા વધી ગઈ,
મંઝિલ મળે ક્યાંથી હવે પ્રયત્ને પ્રમાદ છે.
એથી તમારા દ્વાર પર આવ્યો નહીં કદી,
સમજી ગયો’તો આપની મેલી મુરાદ છે.
છું એકલો ને આસપાસે રણની રિક્તતા
અથડાય છે જે કાન પર એ કોનો સાદ છે!
– મેઘબિંદુ
મત્લાનો શેર કેવો સરળ, સહજ પણ કેવો સચોટ! વાહ!
La Kant Thakkar said,
November 3, 2018 @ 2:31 AM
“શ્રદ્ધા રહી ના એટલે શંકા વધી ગઈ,
મંઝિલ મળે ક્યાંથી હવે પ્રયત્ને પ્રમાદ છે.”
ખુદ જ જવાબદાર ….
Sulabh Swami said,
November 3, 2018 @ 10:28 PM
Sundar
Nikita said,
November 4, 2018 @ 3:39 AM
Kavi Meghbindu ni biji kavita o no aaswad karavo. Hayati na Hastakshar link ma Suresh Dalal no lekh “Divya Bhaskar” website uper available nathi. Kavi vishe vadhaare mahiti aapo.
વિવેક said,
November 5, 2018 @ 12:49 AM
@ નિકીતાઃ
કોશિશ કરું…
Nikita said,
November 5, 2018 @ 3:58 AM
Tame Bhagwan jeva laago 😇