સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
વિવેક મનહર ટેલર

પ્રેમ માટે ભય – કાબેરી રાય (અનુ. પ્રીતિ સેનગુપ્તા)

તમે કહો,
તમને ફૂલ બહુ ગમે –
પણ જ્યારે ફૂલ ખીલે છે
તમે ફૂલ તોડી નાખો છો.

તમે કહો,
તમને વરસાદ બહુ ગમે –
દિવસને અંતે જ્યારે વરસાદ પડે
તમે એનાથી જાત બચાવો છો.

તમે કહો,
દક્ષિણ દિશાથી આવતો પવન બહુ ગમે
પણ જ્યારે મોટી ડમરી ચઢે
બારી એકદમ બંધ રાખો છો.

હું ભય પામી જાઉં છું ત્યારે
જ્યારે તમે કહો છો,
તમે મને ચાહો છો.

– કાબેરી રાય (બંગાળી)
(અનુ. પ્રીતિ સેનગુપ્તા)

કંઈ જ કહેવું ન પડે એવી સ્વયંસિદ્ધ રચના…

3 Comments »

  1. Bharat S. Thakkar said,

    June 15, 2018 @ 1:28 AM

    આ કવિતા મેં જૂન ૩૦, ૨૦૧૭માં લખેલી જે મારા કાવ્યસંગ્રહ “બોલકું મૌન”માં સંગ્રહાયેલી છે.
    સરખાવો:

    ફૂલોને પૂછો

    ગૌરવ કર્યું તમે ફૂલોનું?
    ફૂલોને કાપીને છોડથી કર્યાં વિખૂટાં,
    સુશોભિત હાર બનાવી
    પથ્થરની મૂર્તિને હાર પહેરાવ્યો?

    હાર બનાવવા
    સોય દોરો તો વાપર્યા હશે?
    સોયને ફૂલોની કાયામાં
    ક્યાંક તો ઘોંચી હશે?
    ફૂલોનો ઉંહકારો મૃદુ
    સહેજ તો સાંભળ્યો હશે?

    ફૂલોને ગુલામીનો અહેસાસ તો થયો હશે?
    શોષણનું દર્દ પણ થયું હશે?
    લોહી ફૂટી ના નીકળ્યું,
    પણ ફૂલો ઘવાયાં તો ખરાને?
    આંસુ ના નીકળ્યાં,
    પણ રડી તો પડ્યાં હશે?
    ચીસ મૃદુ તમને સંભળાઈ તો હશેને?

    દર્શન કરું મૂર્તિનાં કે કરું ફૂલોનાં?
    બલિદાન મોટું છે કોનું?
    જીવ સ્વતંત્રપણે જીવી ના શકે
    એ યાતના ફૂલોને પૂછો.

  2. DINESH said,

    June 15, 2018 @ 5:22 AM

    હું ભય પામી જાઉં છું ત્યારે
    જ્યારે તમે કહો છો,
    તમે મને ચાહો છો.

  3. ketan yajnik said,

    June 16, 2018 @ 8:55 AM

    દિલનેી વાત્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment