આવો તો સંવાદ રચીશું સપનામાં
ઊંઘ અમે રાખી છે નહિતર અથવામાં..
– શબનમ ખોજા

ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા ! – ભરત વિંઝુડા

અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !

જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા
ઈશ્વર અહીં બધાને ફકત ધારવા મળ્યા !

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફકત ચાલવા મળ્યા !

આંખો મળી છે દ્રષ્યને ઝીલી બતાવવા
ચશ્મા જરાક એમાં મદદ આપવા મળ્યાં !

ઊંચાઈ બેઉમાંથી વધું કોની હોય છે
ભેટી પડ્યાં ને એવી રીતે માપવા મળ્યાં !

રાતો વિતાવવા જ મળી સાવ એકલા
ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા !

તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યાં !

– ભરત વિંઝુડા

આ શાયરને સાંભળવા એ એક લ્હાવો છે…..એકદમ expressionless સપાટ ધીમા અવાજે વાંચન કરે અને આપણે કાન એકદમ સરવા રાખીને સાંભળીએ તો જ સંભળાય….સરળ ભાષા એમની લાક્ષણિકતા છે. ઘણીવાર એમની સરળતા છેતરામણી પણ હોય છે….ઉદાહરણ રૂપે બીજો શેર જુઓ !

7 Comments »

  1. Sandip Pujara said,

    April 3, 2018 @ 4:15 AM

    ખરેખર… સરસ ગઝલ છે…..

  2. Pravin Shah said,

    April 3, 2018 @ 5:49 AM

    અફસોસ એટલો કે તમને નથી મળ્યા, પણ
    આભાર વિવેકનો કે તમે માણવા મળ્યા !

    ખૂબ સરસ !!!

  3. સુનીલ શાહ said,

    April 3, 2018 @ 9:29 AM

    સુંદર ગઝલ…વાહ

  4. MAHESHCHANDRA NAIK said,

    April 3, 2018 @ 2:55 PM

    સરસ,સરસ,સરસ…….ભાવવાહી ગઝલ…….કવિશ્રીને અભિનદન અને આપનો આભાર……

  5. ATUL MEHTA said,

    April 11, 2018 @ 6:48 AM

    જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા
    ઈશ્વર અહીં બધાને ફકત ધારવા મળ્યા !

  6. હિમાલયરાજસિંહ પરમાર said,

    April 18, 2018 @ 7:49 AM

    તમારે એક એપ્લિકેશન બનાવવી જ જોઈએ. Must. Please.

  7. વિવેક said,

    April 19, 2018 @ 1:52 AM

    @ હિમાલયરાજસિઁહ:

    આપની વાત સાચી છે….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment