માથે સંકટ હતું, શબ્દ શંકર બન્યા
ઓગળ્યો વખ સરીખો વખત શબ્દમાં

આમ લખવું કરાવે અલખની સફર
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં
રઈશ મનીઆર

(તમે કરી’તી-અમે વિતાવી) – ભરત વાઘેલા

તમે કરી’તી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો જી,
અમે વિતાવી ભીની ભીની ઝાકળવરણી રાતો જી.

એક ખીલેલું ફૂલ અમે તો ડાળીએથી તોડ્યું જી,
નામ તમારું લઈને એને ખુદની સાથે જોડ્યું જી.
શું ખબર એ સુગંધ સાથે વિખશે એની ભાતો જી,
તમે કરી’તી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો જી.

એમ હતું કે વસંત આવે ખીલશે એને પત્તા જી,
એક નવી ડાળીને ઉગવા કરશે થડમાં વત્તા જી.
શું ખબર એ થડે કર્યો છે ઉધઈ સાથે નાતો જી.
તમે કરી’તી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો જી.

– ભરત વાઘેલા

ગીત પુરુષે લખ્યું છે પણ સંવેદના એક સ્ત્રીની છે અને સ્ત્રીના ઋજુ મનોભાવ કવિ સુપેરે ઝીલી શક્યા છે. પુરુષને માત્ર મિલનમાં રસ છે, પણ મિલનનો સ્વાર્થ અને ગરજ હોવા છતાંય પણ એ એની વાતોમાં ભીનાશ લાવી શકતો નથી. સ્ત્રી આ સમજે છે એટલે એની રાતો આંસુથી ભીની ભીની વીતે છે. પિયરની ડાળીએ ખીલેલું ફૂલ સાસરે આવે છે ને પતિના નામ સાથે જાતને જોડે છે. ફૂલ બિચારું ખુશબૂ વેરવા ને વહેંચવામાં જોતરાઈ ગયું છે પણ સાસરાની સૂકી આબોહવામાં એની ભાત વિંખાવા માંડી છે, કરમાવા માંડ્યું છે. હવે જીવનમાં નવી વસંત, પરિવારમાં નવા સદસ્યનું આગમન જ એની એકમાત્ર આશા છે. નવોઢા વિચારે છે કે પરિવારવૃક્ષનો પાયો યાને કે પતિ નામના થડમાં નવી ડાળીનો સરવાળો થશે તો વૃક્ષ ફરી લીલુંછમ થઈ જશે પણ એને ખબર નથી કે જેની પાસે એને નવજીવનની આશા છે એ થડ ઉધઈ (સૌતન?/ખરાબ સોબત?/ખોટી આદતો?) સાથે નાતો જોડી બેઠું છે…

13 Comments »

  1. ભરત વાઘેલા said,

    March 29, 2018 @ 3:37 AM

    આભારી વિવેક સર….
    ગીતને એક અલગ રીતે જ ખોલી આપ્યું…..

  2. Chetna said,

    March 29, 2018 @ 3:40 AM

    મસ્ત અર્થ સભર..

  3. ગૌતમ પરમાર said,

    March 29, 2018 @ 3:45 AM

    વાહહહહહહ ખૂબ સરસ ગીત મજા આવી માણવાની

  4. શબનમ ખોજા said,

    March 29, 2018 @ 3:53 AM

    Wah saras geet bharatbhai..

  5. Pragnesh Dobaria said,

    March 29, 2018 @ 4:25 AM

    Wahh khub saras

  6. વાહ સરસ ગીત અને સરસ આસ્વાદ અભિનંદન said,

    March 29, 2018 @ 4:32 AM

    વાહહ સરસ ગીત અને સરસ આસ્વાદ…

  7. મણિલાલ જે.વણકર said,

    March 29, 2018 @ 4:34 AM

    વાહ ભરતભાઇ
    મસ્ત ગીત છે !

  8. Bharati gada said,

    March 29, 2018 @ 4:54 AM

    Waah stri ni samvedna ne geet ma sundar rite samjavi chhe

  9. JAFFER said,

    March 29, 2018 @ 5:13 AM

    વાહહહહહહ ખૂબ સરસ ગીત મજા આવી માણવાની

  10. કિશનભાઈ said,

    March 29, 2018 @ 6:23 AM

    મસ્ત ગીત સાહેબ.
    ભાવ સભર, રસ તરબોળ.
    ગજજબ.

  11. Vimal Agravat said,

    March 29, 2018 @ 6:53 AM

    Abhinandan bharatbhai vaghela ne

  12. નેહા said,

    March 29, 2018 @ 7:01 AM

    ઉધઈ એ રૂઢિગત માનસિકતાનું પ્રતિક હોય એવું મને લાગે છે.
    સુંદર ગીત
    સુંદર આસ્વાદ
    બન્ને સર્જકોને અભિનંદન.

  13. Hanu Kathiya said,

    April 29, 2018 @ 12:52 AM

    વાહ ભરતભાઇ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment