હોળીથી હેઠા બધા! – રામનારાયણ વિ. પાઠક
(સોરઠા)
બ્રાહ્મણ ગાતા વેદ, બળેવને દિન નાહી ધોઈ;
પણ નાતજાતના ભેદ : હોળીથી હેઠા બધા!
દિવાળીને તહેવાર, પ્હેરી ઓઢી સૌ ફરે;
પણ ભેદ ગરીબ શાહુકાર : હોળીથી હેઠા બધા!
લે ને આપે પાન, પણ વરસ વધે એક આયખે;
બુઢ્ઢા બને જુવાન : હોળીથી હેઠા બધા!
સૌ સૌએ તહેવાર, એક લાલ ટપકું ભાલે ધરે,
આ તો રેલે અબીલ ગુલાલ : હોળીથી હેઠા બધા!
– રામનારાયણ વિ. પાઠક
બધા તહેવારોમાં હોળીનો તહેવાર શ્રેષ્ઠ છે એ વાત રા. વિ. પાઠક હોળીના રમતિયાળ હળવા હાસ્યવિનોદ સાથે કેવી સરસ રીતે સમજાવે છે!
લયસ્તરોના સહુ વાચક-ચાહક મિત્રોને હોળી-ધૂળેટીની રંગારંગ સ્નેહકામનાઓ…
જગદીશ કરંગીયા ‘સમય’ said,
March 2, 2018 @ 12:53 AM
સરસ મજાના સોરઠા..
~~~~~~~~~
ચાલ ને ગોરી, આજે રમીએ રંગેરંગમાં હોળી,
એકલાંએકલાં નહીં, રમીએ સંગેસંગમાં હોળી;
પીળાની પીઠી ચોળીશું, લીલાની મૂકીશું મહેંદી,
રાતાનું સિંદૂર પૂરીને, રમીએ અંગેઅંગમાં હોળી.
~Jagdish Karangiya ‘Samay’
https://jagdishkarangiya.wordpress.com
JAFFER said,
March 2, 2018 @ 9:31 AM
બધા તહેવારોમાં હોળીનો તહેવાર શ્રેષ્ઠ છે
સુરેશ જાની said,
March 2, 2018 @ 10:46 AM
બુદ્ધા બને જુવાન
કે બુઢ્ઢા અને જવાન્
વિવેક said,
March 3, 2018 @ 1:56 AM
બુઢ્ઢા બને જુવાન…