(કાગળ ઉપર) – સ્વાતિ નાયક
ઝંપલાવી જો પ્રથમ કાગળ ઉપર
જે થશે જોયું જશે આગળ ઉપર
ગીતને તું સાંભળે પૂરતું નથી?
વાયરા લખતા નથી કાગળ ઉપર
તું જ તારું “તું”પણુ ગોખ્યા કરે
સૂર્ય તો ઉતરી શકે ઝાકળ ઉપર
મારું શૈશવ ડૂસકે એથી ચડ્યું
જાન આવીને ઉભી ભાગળ ઉપર
રેત, છીપો, શંખ છે તો શું થયું?
મોજનો આધાર તો છે જળ ઉપર
શ્વાસની આ આવજા નિર્જીવ છે
જીવતા હોવું નભે ખળભળ ઉપર
કોઈ આવી કહી ગયું એ તૂટશે
ત્યારથી જોયા કરું સાંકળ ઉપર
– સ્વાતિ નાયક
એકદમ સહજ સરળ બાની પણ ગઝલ કેવી સંતર્પક! એક પછી એક બધા જ શેર વિશે વાત કરી શકાય પણ હું માત્ર મત્લાની જ વાત કરીશ. મત્લા વાંચતા જ નર્મદ યાદ આવે: યાહોમ કરીને પડો, ફતેહ છે આગે… કળાકારો માથે કફન બાંધીને જીવતા હોય છે ને એટલે જ સમયનું ડસ્ટર સદીઓના બ્લેકબૉર્ડ પરથી એમનાં નામ ભૂંસી શકતું નથી. અંજામ શું આવશે એની ચિંતા કર્યા વિના કવિએ કાગળ પર ઝંપલાવી દેવાનું છે, ને આ ફનાગીરી વિના કલમ જે હાથમાં ઊપાડે છે એ શબ્દોની રમતથી આગળ કદી વધી પણ શકતો નથી.
Nandini said,
February 23, 2018 @ 4:54 AM
મસ્ત
Ajay said,
February 23, 2018 @ 5:57 AM
મસ્ત….
Dharmesh Naik said,
February 23, 2018 @ 6:45 AM
Nice one.
સુરેશ જાની said,
February 23, 2018 @ 8:10 AM
ગમતીલી છે આ ગઝલ જરૂર, કિંતુ
આજ વાંચી સૌ જણે આ સ્ક્રીન પર.
અલકેશ પટેલ said,
February 23, 2018 @ 11:28 AM
વાહ …….
Sandhya Bhatt said,
February 23, 2018 @ 11:41 AM
મત્લા તો એકદમ સહજ…એક પછી એક , દરેક શેર આસ્વાદ્ય…વાહ…
kishore modi said,
February 23, 2018 @ 6:34 PM
Nice one
SARYU PARIKH said,
February 24, 2018 @ 9:41 AM
સરસ રચના.
કોઈ આવી કહી ગયું એ તૂટશે
ત્યારથી જોયા કરું સાંકળ ઉપર…વાહ્!
સરયૂ પરીખ્
Girish Parikh said,
February 25, 2018 @ 10:44 AM
સ્ક્રીનને “ઇલેક્ટ્રોનિક” કાગળ કહી શકાય?
જગદીશ કરંગીયા ‘સમય’ said,
February 26, 2018 @ 12:59 AM
વાહ !! એક એકથી ચડિયાતા શેર, ટૂંકી બહેરની અતિ સુંદર ગઝલ.
Jagdish Karangiya ‘Samay’
https://jagdishkarangiya.wordpress.com
Swati Dhruv Naik said,
February 26, 2018 @ 1:30 AM
Thanks everyone