મારી ન્યૂનતા ના નડી તને,
તારી પૂર્ણતા ગૈ અડી મને.
ઉમાશંકર જોશી

એક ટોળામાં – મેહુલ ભટ્ટ

ન આદિલ થવાયું, ન ઘાયલ થવાયું,
ફક્ત એક ટોળામાં સામિલ થવાયું.

છે દાનતની બાબતમાં હાલત લટકતી,
ન વલ્કલ થવાયું, ન મલમલ થવાયું !

સદા કશ્મકશમાં રહે માંહ્યલો, દોસ્ત,
ન કાશી થવાયું, ન ચંબલ થવાયું !

ડહાપણનું ટીલું કપાળે કર્યું’તું,
કોઈનીય પાછળ ન પાગલ થવાયું !

સદા એક અફસોસ રહેશે જીવનમાં,
ન ‘હા’ પાડવામાં મુસલસલ થવાયું !

ભર્યું ત્યાં સુધી તો અધૂરા રહ્યા, પણ
કરી મનને ખાલી છલોછલ થવાયું !

આ છાતી વચોવચ છે રજવાડું રણનું,
મળ્યું નામ, ક્યાં તોય ‘મેહુલ’ થવાયું ?

– મેહુલ એ. ભટ્ટ

સાદ્યંત સુંદર ગઝલ… બધા જ શેર પાણીદાર અને મનનીય થયા છે. માત્ર બીજો અને ત્રીજો શેર અર્થની દૃષ્ટિએ એક સરખા છે એ સિવાયના બધા જ શેર મજબૂત છે. જ્યાં સુધી નિતનવા ગઝલકારો પાસેથી આવી તરોતાજા અને સંતર્પક રચનાઓ મળતી રહેશે ત્યાં સુધી તો ગઝલગઢ સલામત જ રહેશે…

9 Comments »

  1. JAFFER said,

    March 9, 2018 @ 4:46 AM

    બહુજ મજા આવિ ગૈ

  2. Jigar joshi said,

    March 9, 2018 @ 7:19 AM

    Khoob saras

  3. સુરેશ જાની said,

    March 9, 2018 @ 8:27 AM

    આ છાતી વચોવચ છે રજવાડું રણનું,
    મળ્યું નામ, ક્યાં તોય ‘મેહુલ’ થવાયું ?
    ———
    અદભૂત, પોતાના જ નામ પર ચોટદાર શ્લેષ.
    કદાચ તેમને હું જાણું છું. જો એ જ હોય તો – અને તે ન હોય તો પણ – એ ખોવાઈ ગયેલો દોસ્ત આજે મળી ગયો.

  4. સુરેશ જાની said,

    March 9, 2018 @ 8:33 AM

    મને ખબર ન હતી એટલે ‘લેક્સિકોન’નો સહારો લઈ આ જાણ્યું – કદાચ બીજા મિત્રોની પણ એ તકલીફ હોય તો તેમને કામ લાગશે…
    મુસલસલ = સળંગ

  5. દિનેશકુમાર said,

    March 9, 2018 @ 11:53 AM

    બહુ સરસ મેહુલ ભટ્ટ સાહેબ..

  6. શબનમ ખોજા said,

    March 9, 2018 @ 11:37 PM

    Khub j saras gazal … @mehul bhai

    Navi navi gazalo shodhi lavva badal Tmari drashti ne pn vandan vivek sir..

  7. મેહુલ ભટ્ટ said,

    March 10, 2018 @ 6:08 AM

    લયસ્તરો પર મારીય ગઝલ હોય એ મારુંં સ્વપ્ન હતુંં…
    ખૂબ ખૂબ આભાર, વિવેકભાઈ…
    આપ સૌનો આભાર…

  8. Manthan Disakar said,

    March 10, 2018 @ 1:57 PM

    વાહ, મેહુલભાઈ
    માસ્ટ ગઝલ. અભિનંદન

  9. Poonam said,

    March 12, 2018 @ 3:15 AM

    ભર્યું ત્યાં સુધી તો અધૂરા રહ્યા, પણ
    કરી મનને ખાલી છલોછલ થવાયું !
    Mast…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment