મારા હોવાનું સખા, કારણ છે તું !
તારા હોવાની છું હું સંભાવના.
ઊર્મિ

(અનુસંધાનમાં) – નિનાદ અધ્યારુ

એટલું માંગી લીધું વરદાનમાં,
કંઈ જ બાકી ના રહ્યું ભગવાનમાં !

આમ તો ફરતો નથી ગુમાનમાં,
આ તો તું આવી ને, એના માનમાં !

એમ પીડાઓ મજા કરતી રહી,
જાણે આવી હોય મારી જાનમાં !

સાવ તાજા જન્મેલા એક બાળકે-
આખી હોસ્પિટલને લીધી બાનમાં !

જીવ વિના પંડ એવું લાગતું,
શેઠ જાણે છે જ નહિ દુકાનમાં !

ધ્યાન મારું ખૂબ રાખે છે બધાં,
જ્યારથી આવી ગયો છું ધ્યાનમાં !

આમ પહેલા પાને ના શોધ્યા કરો,
હું મળીશ તમને અનુસંધાનમાં !

ફૂલ તો સાચાં જ ગોઠવ્યાં છતાં,
કાં બહારો આવી નહિ ફૂલદાનમાં ?

યાદ એની રંગ પકડે છે ‘નિનાદ’,
જેમ કાથો રંગ પકડે પાનમાં.

– નિનાદ અધ્યારુ

કેટલીક ગઝલ વાંચતાવેંત સીધી જ દિલમાં વાસો કરી જતી હોય છે. જોઈ લ્યો આ ગઝલ જ. ખરું ને? લગભગ બધા જ શેર મરીઝ જેવી જ સાવ સરળ અને સહજ બાનીમાં પણ મોટાભાગના શેર અર્થસભર. કાથો પાનમાં રંગ પકડે એ વાત તો શિરમોર…

16 Comments »

  1. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    January 25, 2018 @ 1:18 AM

    વાહ વાહ… એકથી એક ચડિયાતા શેર..

    અતિ સુંદર ..

    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  2. Chetna said,

    January 25, 2018 @ 3:12 AM

    વાહ… મસ્ત.

  3. Kamlesh Jariwala said,

    January 25, 2018 @ 3:39 AM

    Vaah… saras…👌

  4. Rina Manek said,

    January 25, 2018 @ 3:59 AM

    Waaaaahhhhh

  5. સુરેશ જાની said,

    January 25, 2018 @ 9:24 AM

    મજાનાં કલ્પનો.

    ધ્યાન મારું ખૂબ રાખે છે બધાં,
    જ્યારથી આવી ગયો છું ધ્યાનમાં !

    નથી એ રાખતાં કંઈ ધ્યાન મારું કેમ કહેવાયે?
    નથી એ રાખતાં તો કોણ મારું ધ્યાન રાખે છે?

  6. Pravin Shah said,

    January 25, 2018 @ 11:58 AM

    ખૂબ સરસ !

    આમ તો હુ લખતો નથી
    પણ આ તમારા માનમા !

  7. NRRaval said,

    January 25, 2018 @ 12:47 PM

    Very nice Ninadbhai

  8. MAHESHCHANDRA NAIK said,

    January 25, 2018 @ 2:57 PM

    સરસ….

  9. Jigna Shah said,

    January 26, 2018 @ 4:35 AM

    Hu malish tmne anusandhanma..
    Hrt tching..
    Amazing…

  10. Jigna Shah said,

    January 26, 2018 @ 4:50 AM

    Hrt tching lines..

  11. Harshad said,

    January 26, 2018 @ 6:42 PM

    WOW !!!

  12. Mona said,

    January 28, 2018 @ 9:45 AM

    Waah…. Maaaaast gazal…. ek ek thi chadiyaataa sher…

  13. વિવેક ભટ્ટ said,

    February 5, 2018 @ 9:52 AM

    સાવ તાજા જન્મેલા એક બાળકે-
    આખી હોસ્પિટલને લીધી બાનમાં !

    શું કલ્પના છે….

  14. મેહુલ ભટ્ટ said,

    March 7, 2018 @ 10:51 AM

    ખૂબ જ સુંંદર

  15. Hiren Vyas said,

    March 31, 2018 @ 9:04 PM

    Very nice

  16. Anil Shah.Pune said,

    October 13, 2020 @ 12:35 AM

    કેટલી વાતો રાખશો ખાનગીમાં,
    કહેવી પડશે પછી પરવાનગીમાં,
    પ્રેમ મહીં પ્રેમ નો મતલબ છુપાયો છે,
    કંયાથી શોધો મારી દીવાનગી માં,
    પીડા ઓ બધી આપી દીધી સારા સમયમાં,
    પછી શું આપશો તમે મારી માંદગી માં,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment