રાતરાણી હોય કે સૂરજમુખી,
પ્રેમના નામે સમર્પિત થાય છે.
મેગી આસનાની

(તમારાથી સુંદર) – સુલતાન લોખંડવાલા

છે સપનું તમારું તમારાથી સુંદર,
અને મૌન પાછું ઇશારાથી સુંદર.

તમે કેમ મલકો છો તસવીર જોઈ?
હતું કોણ એમાં અમારાથી સુંદર?

અમે નાવ છૂટી મૂકી સાવ એથી
કે મઝધાર લાગે કિનારાથી સુંદર.

અમે શીશ મૂકી રહ્યા જે ખભા પર,
મળી હૂંફ ત્યાંથી સહારાથી સુંદર.

તમે ધડકનોમાં વસાવ્યા અમોને,
હતું મન તમારું ઉતારાથી સુંદર.

– સુલતાન લોખંડવાલા

ચંદ રોજ પહેલાં જ જનાબ સુલતાન લોખંડવાલા જન્નતનશીન થયા. મારા કમનસીબે આ સમાચાર મળ્યા એ પહેલાં કદી એમની રચનાઓ સાથે રૂબરૂ થવાયું નહોતું. પણ આ ગઝલ વાંચતાવેંત આફરીન પોકારી જવાયું… કેટલા સરળ શબ્દો અને કેવી મજાની પેશકશ! કવિશ્રીને લયસ્તરો તરફથી નાનકડી શબ્દાંજલિ…

8 Comments »

  1. chandresh said,

    September 21, 2017 @ 5:54 AM

    તમે કેમ મલકો છો તસવીર જોઈ?
    હતું કોણ એમાં અમારાથી સુંદર?
    સરસ

  2. સુરેશ જાની said,

    September 21, 2017 @ 8:36 AM

    આવો તો ય સારું ન આવો તો ય સારું
    તમારું સ્મરણ છે તમારાથી પ્યારું!
    – અવિનાશ વ્યાસ

  3. હિમલ પંડ્યા said,

    September 21, 2017 @ 9:11 AM

    વાહ. સુંદર રચના અને સક્ષમ કવિતા થકી સર્જકને હૃદયસ્પર્શી અંજલિ

  4. Rajeish said,

    September 21, 2017 @ 10:11 AM

    Jabardast

  5. Pravin Shah said,

    September 21, 2017 @ 12:04 PM

    નથી મળ્યા આપણ કોઈ વાર
    કવિતા તો સુન્દર, તમે પણ હશો ખૂબ સુન્દર !
    RIP

  6. Jayendra Thakar said,

    September 21, 2017 @ 1:35 PM

    થયા જન્નતનશીન ભલે તમે
    પણ ધડકનોમાં વસ્યા અમોને.

  7. Pravin Shah said,

    September 22, 2017 @ 12:55 AM

    છે સપનું તમારું તમારાથી સુંદર,… વહ્…

  8. Rakesh Thakkar said,

    September 24, 2017 @ 7:27 AM

    સર્જકને હૃદયસ્પર્શી અંજલિ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment