છેતરે – બાબુલાલ ચાવડા ‘આતુર’
કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે,
શક્યતા સૌથી વધારે છેતરે.
ભાગ્યને જો નાવ સોંપી હોય તો,
છેક લાવીને કિનારે છેતરે.
આમ તો કહેવાય સગ્ગી આંખ પણ,
આંખ આ ઊભી બજારે છેતરે.
આ હૃદય પણ ક્યાં ભરોસાપાત્ર છે !
કોઈના એક જ ઇશારે છેતરે.
એક ઇચ્છા એવી પાળી છે અમે,
એને જ્યારે ફાવે ત્યારે છેતરે.
રાવ એની પણ કરો કોને તમે !
શ્વાસ જેવા શ્વાસ જ્યારે છેતરે.
– બાબુલાલ ચાવડા ‘આતુર’
વાત-ચીતમાં વપરાતી હોય એવી ચીલાચાલુ લાંબી-ટૂંકી રદીફ રાખીને ગઝલ લખવી બહુ કપરું નથી પણ અરુઢ રદીફ રાખીને એક-એક શેરમાંથી ધાર્યો અર્થ રદીફ સાથે હાથમાં હાથ મિલાવી ઉપજાવીને આખી ગઝલ સંઘેડાઉતાર આપવી કાચા-પોચા કવિનું કામ નથી. પ્રસ્તુત ગઝલમાં ‘છેતરે’ જેવી સમજણ પડે એ પહેલાં જ છેતરી જઈ શકે એવી રદીફ વાપરીને પણ કવિએ આવી કમાલ કરી છે.
નિનાદ અધ્યારુ said,
September 1, 2017 @ 2:01 AM
ભાગ્યને જો નાવ સોંપી હોય તો,
છેક લાવીને કિનારે છેતરે.
વાહ કવિ વાહ … ક્યા બાત ..!
નિનાદ અધ્યારુ said,
September 1, 2017 @ 2:03 AM
ભાગ્યને જો નાવ સોંપી હોય તો,
છેક લાવીને કિનારે છેતરે.
વાહ કવિ વાહ …! ક્યા બાત …!
વિવેક said,
September 1, 2017 @ 2:51 AM
@ નિનાદ અધ્યારુ:
આ ગઝલ માટે તો આપનો જ આભાર….
Pooam said,
September 1, 2017 @ 4:39 AM
કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે,
શક્યતા સૌથી વધારે છેતરે….
– બાબુલાલ ચાવડા ‘આતુર’
Waah !
Sandhya Bhatt said,
September 1, 2017 @ 7:12 AM
બિલકુલ…અને હ્રદયસ્પર્શી ગઝલ થઈ છે…વાહ
સુનીલ શાહ said,
September 1, 2017 @ 7:56 AM
બધા જ શેર ગમ્યા. વાહ…!
કવિશ્રીને અભિનંદન
uma said,
September 1, 2017 @ 10:12 AM
ખૂબ જ સુંદર રચના..બધા જ શેર ” વાહ” છે..
Pravin Shah said,
September 1, 2017 @ 10:19 AM
ખરેખર ખૂબ ગમી – છેતરતો નથી.
Pravin Shah said,
September 1, 2017 @ 10:34 AM
ખરેખર ખૂબ ગમી –
છેતરતો નથી.
Mukundrai Joshi said,
September 1, 2017 @ 11:21 AM
સરસ
Rakesh Thakkar said,
September 2, 2017 @ 6:03 AM
ક્યા બાત ..!
આ હૃદય પણ ક્યાં ભરોસાપાત્ર છે !
કોઈના એક જ ઇશારે છેતરે.
ratnesh said,
September 4, 2017 @ 3:55 AM
nice
Jigar said,
September 6, 2017 @ 4:51 AM
great creation !!!
Babubhai ne Layastaro par laavta aatli vaar kem laagi Vivekbhai ??
emne aavi senkdo avismaraniy rachnao aapeli chhe..je fb par dhero daad melvi rahi chhe.
રાહુલ તુરી said,
August 9, 2019 @ 2:45 AM
વાહ