ફૂલ પાસે રૂઆબ ઝાકળનો,
સૂર્યના હાથમાં હથોડી છે!
– હર્ષા દવે

મનજી – ડૉ.મનોજ જોશી ‘મન’

ઇચ્છા ઘોળી ઘોળી મનજી,
પૂરે છે રંગોળી મનજી !

માંગ્યા ઘીમાં બોળી મનજી,
ખાતા પુરણપોળી મનજી !

કાચિંડાના રંગો ચોરી,
રોજ રમે છે હોળી મનજી.

ઠાંસોઠાંસ ભરી છે તો પણ,
ફેલાવે છે ઝોળી મનજી !

તમને ભોળા માની લીધા !
દુનિયા કેવી ભોળી, મનજી !

– ડૉ.મનોજ જોશી ‘મન’

તખલ્લુસને મક્તાના શેરમાં સાંકળી લેવાની પરંપરા જૂની છે પણ તખલ્લુસને વિષય બનાવીને આખું પુસ્તક ભરીને ગઝલો લખવી? જામનગરના મનોજ જોશીએ પોતાના તખલ્લુસ ‘મન’ને હાથ ઝાલીને તાજેતરમાં જે ‘મનચાલીસા’ કે ‘મનજીચાલીસા’ લખવી આદરી છે એ મનજીમાળાનો એક મણકો આજે આપણા માટે. એક જ વિષય પર ચાળીસ ગઝલ યાને કે ઓછામાં ઓછા બસો શેર કહેવા એ બહુ મોટો અને આકરો પડકાર છે. કવિ જીવનનો સમીક્ષક છે, નિરીક્ષક છે, તત્ત્વચિંતક કે સાધુ હોવો જરૂરી નથી એટલે અગાઉ કહેવાઈ ગયેલી વાતો ભલે નવા સ્વરૂપે આવે પણ એકની એક જ વાત આ બસો શેરમાં પુનરાવર્તિત ન થયે રાખે અને દરેક ગઝલ પાસેથી મનોજગતના નવા-નવા આયામ ઉપલબ્ધ થાય એવી અપેક્ષા સહજ બને છે. શુભકામનાઓ, મનોજભાઈ…

11 Comments »

  1. ઢીંમર દિવેન said,

    July 20, 2017 @ 3:45 AM

    વાહ સાહેબ

  2. pravin shah said,

    July 20, 2017 @ 5:14 AM

    ખુબ સરસ !

  3. Himal Pandya said,

    July 20, 2017 @ 6:21 AM

    મનજી રોજ વોટ્સએપમાં જમાવટ કરાવે છે. “મન ચાલીસા” ની રાહમાં છીએ. અને જો ૧૦૮ ગઝલ થઇ જાય તો “મનજી માળા” જ હાથમાં આવે એવી ખેવના. અભિનંદન ડો. મનોજ જોશીને

  4. Rakesh Thakkar said,

    July 20, 2017 @ 7:35 AM

    મનભાવન.
    કાચિંડાના રંગો ચોરી,
    રોજ રમે છે હોળી મનજી.

  5. લલિત ત્રિવેદી said,

    July 20, 2017 @ 7:36 AM

    સુંદર

  6. Pravin Shah said,

    July 20, 2017 @ 10:03 AM

    તમને ભોળા માની લીધા !
    દુનિયા કેવી ભોળી, મનજી !
    Very nice…

  7. Shivani Shah said,

    July 20, 2017 @ 10:10 AM

    વાહ કવિ..
    ભોળી-ભાળી દુનિયા…
    ઇચ્છાઓની પૂરાતી રંગોળી..
    કાચીંડાએ રંગ બદલીને ઝોળી ફેલાવી – ઠાંસોઠાસ ભરેલી ઝોળી..
    અને છતાં પણ ભોળો બિચારો માણસ ઇશ્વર ને શું કહે છે?
    ‘ મારી માતા મારા દીકરાને સોનાના પારણામાં ઝૂલતો જુવે..’
    માણસ એ નો એ જ છે તો સાહિત્ય પણ એને લગતી એ ની એ જ બાબતો જુદી જુદી રીતે
    પ્રતિબિંબીત કરવાનું જ !
    ભરેલી ઝોળી એને ખાલી કેમ લાગ્યા કરે છે એ સમજાવવાનો પ્રયત્ન કરતું જ રહેવાનું, ખરુંને ?

  8. Bhadreshkumar Joshi said,

    July 20, 2017 @ 10:35 PM

    @ ડૉ.મનોજ જોશી ‘મન’ – ટૂંકી બહેરના એક એકથી ચડિયાતા શેર. તખલ્લુસ જ રદીફ બને પછી તો શું ઘટે?
    @ લયસ્તરો – આભાર.
    જય ભારત.
    —————
    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  9. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    July 20, 2017 @ 10:36 PM

    @ ડૉ.મનોજ જોશી ‘મન’ – ટૂંકી બહેરના એક એકથી ચડિયાતા શેર. તખલ્લુસ જ રદીફ બને પછી તો શું ઘટે?
    @ લયસ્તરો – આભાર.
    જય ભારત.
    —————
    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  10. shreyas said,

    July 21, 2017 @ 2:16 AM

    તમને ભોળા માની લીધા !
    દુનિયા કેવી ભોળી, મનજી !

    અતિ સુન્દર
    કવિને અભિનન્દન અને શુભકામનાઓ

  11. kanchankumari p parmar said,

    July 22, 2017 @ 2:26 AM

    વારે વારે વારુ તોય
    સામો થૈ કુદે મનજિ ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment