છોડી દો – ડૉ. મનોજ જોશી ‘મન’
ક્યાં કહું છું કે દાવ છોડી દો?
ખેલ ખેલો, તણાવ છોડી દો.
જીતની જીદ ના કદી રાખો,
હારની બીક સાવ છોડી દો
જ્યાં સુધી આ સ્વભાવ ના છૂટે,
ભાવ રાખો, અભાવ છોડી દો.
જો કિનારા સુધી જવા માટે
હો જરૂરી તો નાવ છોડી દો.
છે શરત એકમાત્ર મંઝિલની
બસ, સમયસર પડાવ છોડી દો.
– ડૉ. મનોજ જોશી ‘મન’
દરેકેદરેક શેર ચિરસ્મરણીય… જિંદગી મોટાભાગના માટે બોજ બની રહે છે એનું કારણ તણાવની ધુંસરી ખભે ઉપોડીને ચાલ-ચાલ કરવાનો આપણો સ્વભાવ જ છે. તણાવ પડતો મૂકી શકાય તો જીવન આસાન અને આહલાદક બની રહે છે. દાવ છોડવાનો જ નથી… મેદાનમાં ઉતર્યા છીએ તો રમી તો લેવાનું જ છે પણ હાર-જીતનો બોજ માથે લેવાની જરૂર નથી.
harmonika panchmatia said,
September 7, 2017 @ 3:53 AM
આપની કવિતા માં રોજ બરોજ ની ત્રસ્ત લાગણીઓનું સરસ વર્ણન થયું છે.. સાહજિક રીતે જુસ્સો આપવાનું કામ શક્ય નથી…કદાચ ભારે ભરખમ શબ્દો લોક માનસ પચાવી ના શકે…પણ તમારી શૈલી અત્યંત સરળ છે… સુંદર રચના….
harmonika panchmatia said,
September 7, 2017 @ 4:06 AM
જોયા ને જાણ્યાનું દુ:ખ …. જ્ઞાનનો બોજ લાગે,કારણ આપણું જ્ઞાન સિમિત,અલ્પ અધૂરું….હોતું હોય છે …. જીવનની ઘટનાક્રમમાં પ્રમાણભાન જાળવીએ “સમ”માં રહીએ,તતાત્કાલિક રિએક્શન ન આપીએ તો તણાવ સહજ ઓછો કે નહીંવત રહે, સમય આવ્યે વળગનો છોડતા રહીએ મમત ન રાખીએ તો ….
“મેદાનમાં ઉતર્યા છીએ તો રમી તો લેવાનું જ છે પણ હાર-જીતનો બોજ માથે લેવાની જરૂર નથી.” … વાત સાચી.સાવ સાચી….
“તણાવ પડતો મૂકી શકાય તો જીવન આસાન અને આહલાદક બની રહે છે. દાવ છોડવાનો જ નથી…..” આ સ્પિરિટ-ભાવ હૈયે રાખી “આનંદને અવસર આપી શકાય…. ચોક્કસ.
Jaffer Kassam said,
September 7, 2017 @ 6:07 AM
બહુજ સરસ્
Shivani Shah said,
September 7, 2017 @ 1:31 PM
કાવ્ય અને comments બેઉ સરસ…
Maheshchandra Naik said,
September 8, 2017 @ 12:36 AM
સરસ,સરસ,સરસ…….
ysshukla said,
September 12, 2017 @ 4:30 PM
એક એક શેર સુંદર ,
ક્યાં કહું છું કે દાવ છોડી દો?
ખેલ ખેલો, તણાવ છોડી દો.