કશેક શેષ સફરમાં બધાંનો ખપ પડશે
અરણ્ય, પંથ કે ઠોકર કશું નકામું નથી
રઈશ મનીઆર

સાંકળ તો સાંકળ છે – હર્ષવી પટેલ

સતત આઘું ખસીને છેતરે, મૃગજળ તો મૃગજળ છે,
ભીંજવવા દૂરથી આવે નજીક, વાદળ તો વાદળ છે.

ભલે ને હોય કાંટાળો, કશેક લઈ જાય છે રસ્તો,
ભલેને હોય સોનાની છતાં સાંકળ તો સાંકળ છે.

ઘણી ઊંડી છે નિસબત આંસુને બે આંખની સાથે,
ઉપરછલ્લું જ રેલાઈ જશે, કાજળ તો કાજળ છે.

મળે ઇ-મેઇલમાં ક્યાં શબ્દ છેકેલા-સુધારેલા?
મજાની એ મથામણથી ભર્યો કાગળ તો કાગળ છે.

રહી પાછળ અમે જોયોખરો ચહેરો આ દુનિયાનો,
ભલે ને ભાગ્ય મારું બે કદમ આગળ તો આગળ છે.

– હર્ષવી પટેલ

કાફિયાનું પુનરાવર્તન કરીને કાફિયા-રદીફને એકબીજામાં તાણાવાણાની જેમ ગૂંથી લઈને હર્ષવી મજાનો લય અને ભાવાર્થ સફળતાપૂર્વક જન્માવે છે. મત્લામાં સજ્જન અને દુર્જન વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થાય છે પણ ખરી મજા તો એના પછીના શેરમાં છે. શી મજા છે, કહો તો જરા ! ના, ના… આ ગઝલને માણવામાં જે મજા છે, એ સમજાવવામાં સહેજ પણ નથી..

20 Comments »

  1. Sandhya Bhatt said,

    May 26, 2017 @ 2:48 AM

    તમે કહ્યું એમ આ ગઝલ માણવાની ખૂબ મઝા આવી…રમતિયાળ શૈલી ગમી ગઈ

  2. સંજુ વાળા said,

    May 26, 2017 @ 2:50 AM

    સરસ.
    વિવેકજી
    એ વાત પણ મઝાની કે કવિતા સમજવા કરતા માણવાની વધુ મઝા. ખોડેલો અર્થ તો ખીલો દેખાડે.. વહેતો ભાવ ભાવકની કક્ષા મુજબ વિહાર કરાવે.
    અભિનંદન કવિને.

  3. લક્ષ્મી ડોબરિયા said,

    May 26, 2017 @ 3:02 AM

    હર્ષવીની સંભાવના એને આગળ અને ઉપર લઈ જશે..

  4. pravin shah said,

    May 26, 2017 @ 5:57 AM

    સરસ – ખુબ સરસ!
    વાન્ચવુ એ વાન્ચ્વુ ને
    માણવુ એ માણવુ

  5. Rajnikant Vyas said,

    May 26, 2017 @ 6:27 AM

    માણીને મમળાવવા જેવી ગઝલ. એકેએક શેર લાજવાબ.

  6. Lata hirani said,

    May 26, 2017 @ 7:03 AM

    બહુ સરસ..

  7. ketan yajnik said,

    May 26, 2017 @ 7:49 AM

    છે તો છે પણ છે ને !

  8. હેમંત પુણેકર said,

    May 26, 2017 @ 9:21 AM

    સુંદર ગઝલ થઈ છે. બધા જ શેર ગમ્યા.

  9. siddharth J Tripathi said,

    May 26, 2017 @ 10:00 AM

    મળે ઇ મેઇલ માં ક્યાં શબ્દ છેકેલા સુધારેલા ?
    મજાની એ મથામણ થી ભરેલા કાગળ તો કાગળ છે.

    ઇ મેઈલ ના યુગ માં કાગળ પત્ર ની મજા અને મહત્વ ક્યા બાત હૈ

  10. Vineshchandra Chhotai said,

    May 26, 2017 @ 10:14 AM

    Gazal ni duniya j ajab gajab Che,
    Sabdo no ramat gazab Che ,vat to saral Che ,lage mazani vat che

  11. harshvi patel said,

    May 27, 2017 @ 12:39 AM

    આભાર..!

  12. Mehul Bhatt said,

    May 27, 2017 @ 2:06 AM

    vaah..laajavaab.

  13. harshvi patel said,

    May 27, 2017 @ 1:21 PM

    Saras gazal

  14. મયુર કોલડિયા said,

    May 28, 2017 @ 12:01 AM

    વાહ….
    લાજવાબ..

  15. Girish Parikh said,

    May 28, 2017 @ 12:46 AM

    જ્યારે મને કોઈ કૃતિ ખૂબ જ ગમે છે ત્યારે હું એને વિશ્વભાષા અંગ્રેજીમાં અવતાર આપવા પ્રયત્ન કરું છું.

    Moves farther away and cheats, mrugajal is mrugajal,
    To wet comes near from far, cloud is cloud,

    It could be boring, but the road takes somewhere,
    It could be of gold but chain is a chain,

    Intense is the relationship of two eyes with tears,
    And the kajal will spread, kajal is kajal,

    How in e-mail can one find the edited words?
    With the pleasant struggle of editing the paper is paper,

    From behind did we see the real face of the world,
    Let my luck be two steps ahead yes ahead.

  16. CHAIN IS A CHAIN by Harshavi Patel | Girishparikh's Blog said,

    May 28, 2017 @ 6:27 PM

    […] From behind did we see the real face of the world, Let my luck be two steps ahead yes ahead. હર્ષવી પટેલની “સાંકળ તો સાંકળ છે” ગઝલની લીંકઃ https://layastaro.com/?p=14842 […]

  17. Girish Parikh said,

    May 28, 2017 @ 6:31 PM

    CHAIN IS A CHAIN by Harshavi Patel posted http://www.GirishParikh.wordpress.com .

  18. કિશોર પંચમતિયા said,

    May 30, 2017 @ 11:53 AM

    એક માણવા જેવી સરસ ગઝલ અભિનંદન હર્ષવીબેનને

  19. Rakesh Thakkar, Vapi said,

    May 30, 2017 @ 11:23 PM

    સરસ ગઝલ.
    વાહ !
    ઘણી ઊંડી છે નિસબત આંસુને બે આંખની સાથે,
    ઉપરછલ્લું જ રેલાઈ જશે, કાજળ તો કાજળ છે.

  20. Sureshkumar Vithalani said,

    November 25, 2021 @ 8:23 PM

    અત્યંત સુંદર ગઝલ. ખૂબ જ પ્રતિભાવંત કવિયિત્રી સુશ્રી હર્ષવી પટેલને અભિનંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment