કળી શકો નહીં – હર્ષવી પટેલ
અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.
શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.
પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.
જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.
તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.
પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.
– હર્ષવી પટેલ
કેસરી, સફેદ અને લીલો – એમ ત્રણ રંગ ભેગા કરીને બનાવ્યું ન હોય એવા ‘કેસલી’ ગામની વતની હર્ષવી નખશિખ ‘ભારતીય’ પરવીન શાકિર છે. એના શેરમાં પરવીનની નજાકત છે, મીનાકુમારીનું દર્દ છે અને સાથે જ અમૃતાની પરિપક્વતા પણ છે. હર્ષવી ગુજરાતી ગઝલની ઊજળી આજ છે. એની ગઝલો આજના ફેક્ટરી પ્રોડક્શનની ગઝલો નથી, સાચું સોનું છે. મત્લાનો શેર હાથમાં લઈએ… સંસારનો સાર્વત્રિક નિયમ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે એટલે “બંને” વ્યક્તિમાં ઇચ્છો કે ન ઇચ્છો, નજીવો તો નજીવો પણ ફરક તો આવવાનો, આવવાનો ને આવવાનો જ. આ સત્ય હર્ષવી કેવી કારીગરીથી ઉજાગર કરી શકે છે એ જુઓ… તમે ગમે એટલા હોંશિયાર કેમ ન હોવ પણ તમારી પાસે એ આંખ તો નથી જ, જે બે વ્યક્તિની મુલાકાતથી વ્યક્તિત્વમાં વ્યક્તિની ખુદની પણ જાણ બહાર નિપજતા આ subtle પરિવર્તનને કળી શકે.
amit shah said,
March 18, 2017 @ 1:30 AM
શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.
wah wah
ek ek sher lajawab
નિનાદ અધ્યારુ said,
March 18, 2017 @ 2:12 AM
અદભૂત …!
આખી ગઝલની આરતી ઉતારવાનું મન થાય એવી ગઝલ …!
dolly said,
March 18, 2017 @ 2:26 AM
ખુબ જ સરસ …. સપ્તાહન્ત સુધરિ ગયો…
Jignasa Oza said,
March 18, 2017 @ 2:37 AM
Simply superb!
Rina Manek said,
March 18, 2017 @ 4:40 AM
Awesome
Devika Dhruva said,
March 18, 2017 @ 8:49 AM
એક સુંદર મિજાજી ગઝલ.
ંમક્તા તો મસ્ત અને સચોટ…
Neha Patel said,
March 18, 2017 @ 12:20 PM
_ SUPERB…..
Harshad said,
March 18, 2017 @ 1:45 PM
Beautiful. Bahut Khub Harshvi !! Keep it on.
Buy Gujarati books online said,
March 19, 2017 @ 2:56 AM
Very nice
Maheshchandra Naik said,
March 19, 2017 @ 3:04 AM
સરસ,સરસ્,સરસ્……
Jigar said,
March 19, 2017 @ 7:28 AM
just one word…. GREAT
Priyanka Patel said,
March 20, 2017 @ 3:33 PM
Awesome Harshvi
સંદિપ પુજારા said,
March 21, 2017 @ 1:50 AM
ખુબ સરસ ગઝલ…….
એક એક શેર માટે અલગથી “વાહ” કહેવું પડે…..
Nilesh said,
April 4, 2017 @ 9:59 AM
Awesome ghazals
Each Sheryl is beautifully crafted
Kya baat
kantilal sopariwala said,
August 21, 2024 @ 12:15 PM
તમે યુવાઓ ની માનસીક વ્યથાઓ ને ખુબસુંદર રીતે
શણગારી છે ખુબ સરસ રચના
કે.બી સોપારીવાલા