જીવનભર જે દર્દોને રાખ્યા નનામા,
કરે એ જ આજે ગઝલમાં ઉધામા.
વિવેક મનહર ટેલર

એ જ આવશે ! – ચંદ્રકાંત શેઠ

એનો ફોન !
એનો અવાજ !
આખો મારો વાસ
-મારો અસબાબ અધ્ધર પગે !
આંગણાએ ખોલી દીધા દરવાજા !
ઊંબરાએ ઉઘાડી દીધાં દ્વાર …
બારીઓ ય ખુલ્લી – ફટાક…
ગોખે ગોખે આંખ …
શય્યાના આકાશમાં એક્કેય નહીં વાદળી …
સ્વચ્છ રાત્રિ !
નરી છલોછલ ચાંદની !!
ચાંદ તો પછી દૂર ન હોય …
હોય આટલામાં જ – નજીકમાં …
મેં ચિત્તને કહ્યું : ચકોર થા
પણ એણે તો
ઘરની ઊંચી અટારીએ ચડી
કરવા માંડ્યું છે કા…  કા…
હવે ફોન નહીં,
એ જ આવશે,
એ જ !!

-ચંદ્રકાંત શેઠ

એક અવાજ આખા અસ્તિત્વને કેવું અજવાળી દે છે એની અદભૂત અભિવ્યક્તિ.

3 Comments »

  1. Shah Pravinchandra Kasturchand said,

    December 25, 2008 @ 8:05 AM

    “કાગ પ્રતિષ્ઠા”
    કાગડો નામ પડે ને મોં મચકોડાય.
    કાગડો બારીએ બોલે અને પુજાય.
    કાગડામાં લાખો અવગુણો દેખાય.
    પણ કાગડાનો બારીગુણ વખણાય.

  2. pragnaju said,

    December 25, 2008 @ 9:28 AM

    પણ એણે તો
    ઘરની ઊંચી અટારીએ ચડી
    કરવા માંડ્યું છે કા… કા…
    હવે ફોન નહીં,
    એ જ આવશે,
    એ જ !!
    સરસ
    કોઇના આગમનની જયારથી ઘડીઓ ગણાતી થૈ.
    ઉઘાડી આંખથી એમ જ બધી રાતો કપાતી થૈ.
    થઇ ગ્યું મિલન, પ્રચાર કરો, રાત જાય છે,
    પડછાયા સાથે પ્યાર કરો, રાત જાય છે.
    એને શું તમારી મહોબ્બતની કંઇ શરમ,
    બેસો-ને ઇંતેજાર કરો – રાત જાય છે.

  3. ઊર્મિ said,

    December 25, 2008 @ 1:22 PM

    “હમ ઈન્તજાર કરેંગે તેરા કયામત તક… ખુદા કરે કે કયામત હો ઓર તું આયે…”
    આવું મસ્ત મજાનું અછાંદસ વાંચીને તરત આ ગીત મનમાં આવી ગયું…

    આ તો જાણે કે ‘Divine પ્રતિક્ષા’… 😀

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment