સપનું – એષા દાદાવાળા
ફૂટપાથની ધારે રાત્રે સાવ ભુખ્યા સૂઈ ગયેલા
બાળકની આંખોમાં
કેવાં સપનાં આવતા હશે, ખબર છે ?
એના સપનાંમાં પરીઓ આવી
બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જ
એમને નવાંનક્કોર કપડાં પહેરવી
પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ?
કે પછી
સવારે જ એની ઉંમરનાં બાળકને
એની મમ્મી સાથે હસતું-રમતું જતાં જોઈને
એના મનમાં જે કલ્પના ચાલેલી
એવું જ કંઈક
સપનાંમાં આવીને સાન્તાક્લોઝ
સાચું કરી જાય ?
પણ હમણાં તો,
એને સપનાંમાં દેખાય છે
કપ-રકાબી ધોતાં-ધોતાં તૂટી ગયેલાં
બે નંગ કપ-રકાબીનાં પૈસા
મહિનાના જરા-અમથા પગારમાંથી કપાઈ જવાના છે તે.
ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો
બાપ દારુ પી ગયો છે –
આ બધાં જ સંપનાઓ હમણાં હમણાં તો એને ઊંઘમાંથી ઝબકાવીને
જગાડી દે છે
પણ, ચિંતા ન કરો
થોડા દિવસ પછી એ ઝબકીને નહીં જાગે,
કારણ કે
એને સપનાંઓ જ નહીં આવે !
– એષા દાદાવાળા
તાજેતરમાં જ એષા દાદાવાળાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વરતારો’ ઈમેજ પબ્લિકેશન્સના નેજા હેઠળ પ્રગટ થયો છે. કોઈ પણ કવિના જીવનના સહુથી મોટા ગણી શકાય એવા આ પ્રસંગ નિમિત્તે એષાને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ…
(કવિતા મોકલવા માટે આભાર : જય ત્રિવેદી)
mukesh said,
December 22, 2008 @ 2:02 AM
Congratulation to Esha Dadawala for her first કાવ્યસન્ગ્રહ “વર્ર્તા્ર્ર્રો.”
ઊર્મિ said,
December 22, 2008 @ 8:21 AM
સુંદર મજાનું ધારદાર ‘સપનું’…! એષાનાં કાવ્યોમાં એષાપણું એટલું ધારદાર વર્તાતું હોય છે કે એનું નામ ના લખ્યું હોય તોય ખબર પડી જ જાય કે આ એષાકાવ્ય છે…!!
પ્રથમ કાવ્યસંગ્રહ ‘વરતારો’ માટે એષાને ફરીથી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન…!
ઊર્મિ said,
December 22, 2008 @ 8:39 AM
એષાનાં અવાજમાં એનાં કાવ્યો અહીં સાંભળો…
http://urmisaagar.com/saagar/?cat=144
વિવેક said,
December 22, 2008 @ 8:53 AM
સુંદર કવિતા… એષાને વરતારો માટે ખૂબ અભિનંદન… સંગ્રહ સરસ થયો છે. વાંચવાની મજા પડી…
pradeep sheth said,
December 22, 2008 @ 8:58 AM
esha dadavala
congrats…cery very congrates.
we are gathering every wednesday to read / song our KAVITA/ GEET.. in
BUDHSABHA established by SHREE TAKHTASINH PARMAR SAHEB the respected leading name in GUJARATI LITRETURE , since27 years .
once again ABHINANDAN …. SHUBHECHHA….
pradeep sheth.
venunad banglow
2 harekrushna society
bor talav
BHAVNAGAR 364003
DEC 20 08
pragnaju said,
December 22, 2008 @ 10:04 AM
ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો
બાપ દારુ પી ગયો છે –
ાહ્
વ્પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ-
આંખો ખોલ્યાનો આ તે કેવો રે કોપ !
નહીં પાછા ફરવાનો મળે ક્યાંય રે વળાંક
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !
Vijay Shah said,
December 22, 2008 @ 1:07 PM
પ્રથમ કાવ્યસંગ્રહ ‘વરતારો’ માટે એષાને ફરીથી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન…!
Taha Mansuri said,
December 22, 2008 @ 10:38 PM
ખુબ ખુબ અભિનઁદન.
કુણાલ said,
December 24, 2008 @ 1:49 AM
ખુબ અભિનંદન …
અને એમની કવિતાઓમાં ખુબ જ ધારદાર “સોંસરવાપણું” હોય છે … !!
Sandhya Bhatt said,
December 24, 2008 @ 10:09 AM
Hi, Esha many many congratulations to you.Congrats to your Mom, too.
mahesh Dalal said,
December 27, 2008 @ 1:44 PM
હલ્લો ..તાજેતર્ર્માજ વલસાડ મલ્યા.નો આનન્દ્. અભિનન્દન્. .
Shailesh pandya BHINASH said,
December 28, 2008 @ 1:59 AM
Very nice………aesha…….congret….for VARTARO…
Your poetry senseble as well as moral………i like it…….
DALWALA JITESH said,
April 17, 2009 @ 3:05 AM
સુરત થિ જિતેશ્
ખુબ જ સરસ્
બિજિ કવિત મુકો
plzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz