ગઝલ – કિશોર બારોટ
જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
નથી એ હાથ હૂંફાળો નથી એ મેશનું ટીલું
મને એથી જ હર ડગલે હવે દુનિયાનો ડર લાગે
છે મારા નામ પર આજે રૂપાળાં કૈંક છોગાઓ
ન ‘બેટા’ કોઇ કહેનારું મને વસમી કસર લાગે.
જીવનના સર્વ સંઘર્ષોમાં સાંગોપાંગ નીકળતો
મને તારી દુવાઓની જ એ નક્કી અસર લાગે.
હજી મારી પીડા સાથે નિભાવ્યો તેં અજબ નાતો
હજી બોલી ઊઠું છું ‘ ઓય…મા’ ઠોકર અગર લાગે.
સદા અણનમ રહેલું આ ઝૂકે છે તારાં ચરણોમાં
મને ત્યારે હિમાલયથી યે ઉન્નત મારું સર લાગે.
– કિશોર બારોટ
‘મા’ નામના એક અક્ષરના મહાકાવ્ય પર કંઈ કેટલાય કવિઓએ હાથ અજમાવ્યો હશે. એક મુસલસલ ગઝલ આજે કિશોર બારોટની કલમે માણીએ.
Harikrishna (London) said,
December 20, 2008 @ 6:47 AM
ખુબ જ સરસ. જુનિ કહેવત છે ને કે મા તે મા બાકિ બધા વગડાના વા.
માનિ યાદ આપણા જિવન સુધિ યાદ આવે છે પણ તેને કિશોરભાઈએ શબ્દોમા મુકિને કમાલ કરિ છે. ખુબ ધન્યવાદ કિશોરભાઈ.
Shah Pravinchandra Kasturchand said,
December 20, 2008 @ 7:27 AM
બહુ જ સરસ ને અર્થસભર કૃતિ.
માની જાણે જીવંત અસલ મૂર્તિ.
shailesh pandya said,
December 20, 2008 @ 10:37 AM
ખુબ સરસ , અદ ભુત…
Sudhir Patel said,
December 20, 2008 @ 11:44 AM
ખરે જ ‘મા’ પરની સરસ મુસલસલ ગઝલ!
સુધીર પટેલ.
kantilalkallaiwalla said,
December 20, 2008 @ 12:37 PM
Vivekbhai,
Thank you for giving me chance to enjoy such a best and beutiful Ghazal.
Many thanks to Kishorbhai Barot to give such best Ghazal.Reality and facts are shown in simple and sound words. Bhagwan Mahavir has endured and tolerated all the troubles and hardships of life and of world and never uttered a word of sigh. but when nail was knocked in his ear, he said OH MA. Vivekbhai and Kishorbhai you made me very happy today. This comments might be something very personal but I could not refrain myself for showing my feeling when I read tyhis Ghazal
ઊર્મિ said,
December 20, 2008 @ 1:02 PM
……………..
વાહ….! કોઈ શબ્દો જ નથી આ ગઝલને સરાહવા માટે…!
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ…
મા - 1 « અમૂલ્ય રત્નો said,
December 21, 2008 @ 7:56 AM
[…] From, https://layastaro.com/?p=1434 […]
heena said,
December 21, 2008 @ 11:38 PM
ખૂબ જ સરસ ..
જાણે મા સામે આવી ને ઊભી રહી ગઈ હોય એવું લાગ્યું
uravshi parekh said,
December 22, 2008 @ 6:31 PM
મા ને સરસ શબ્દો મા શ્રધાન્જલી અપાઈ છે.
દરેક ને પોતાનિ મા યાદ આવી જ હશે.
મા તુ નથિ પણ ઘર ના દરેક ખુણા મા તારા પડઘા ઓ સમ્ભળાયા કરે.
સરસ અનુભુતિ…
ADASDASDSA said,
November 8, 2009 @ 12:02 AM
આડાડાડાઆડાડા
Smita Trivedi said,
February 7, 2014 @ 3:25 PM
લયસ્તરોએ કાવ્યનો અદ્ભુત મહિમા કર્યો છે અને તેનો સમાજમાં પ્રશંસનીય પ્રચાર પ્રસાર કર્યો છે. અભિનંદનના શબ્દો શોધવા માટેનું સામર્થ્ય નથી જ.
આમ તો હવે આપ લેખક/કવિઓના પરિચય આપી જ રહ્યા છો, પણ આપને એક વિનંતી છે કે કિશોર બારોટ અને પુષ્પાબેન પંડ્યાનો સાહિત્યકાર તરીકે પરિચય જણાવશો તો આભારી થઇશ.
વિવેક said,
February 8, 2014 @ 12:30 AM
@ સ્મિતા ત્રિવેદી:
ક્ષમા ચાહું છું… પણ મારી પાસે એમના વિશે કોઈ માહિતી નથી…
લયસ્તરો » માતૃમહિમા : ૦૧ : જ્યોતિધામ – કરસનદાસ માણેક said,
December 5, 2021 @ 12:39 AM
[…] સાથે – વિપિન પરીખ • મા – સંદીપ ભાટિયા • ગઝલ – કિશોર બારોટ • મમ્મીને – ઉષા એસ. (અનુ. વિવેક મનહર […]