કૂંપળ ફૂટું ફૂટું થાતી જોઈને
પીળા પાને વાર ન કીધી ખરવામાં
– શબનમ ખોજા

ગઝલ – હર્ષવી પટેલ

આ ઉદાસીને જરા સમજાવ તું
દોસ્ત! જો આવી શકે તો આવ તું.

થાય મારી શૂન્યતાના ફુરચા
એક-બે ટહુકા હૃદયમાં વાવ તું.

ઊંઘની જાહેર નાદારી કરી…
બસ,ઉછીના બે’ક સપના લાવ તું.

તું જ જેનો રામબાણી છે મલમ
તે જનમજૂનો વકરતો ઘાવ તું.

આ જગત ને ‘હર્ષવી’ છે જલ-કમલ
બેઉ વચ્ચેનો અદૃશ અલગાવ તું.

-હર્ષવી પટેલ

હર્ષવી પટેલ મૂળ ગણદેવી તાલુકાના કેસલી ગામના વતની છે અને વ્યવસાયે શિક્ષિકા છે. ઝાઝું બોલ્યા વિના ખૂણામાં બેસી ગઝલની આરાધના કર્યા કરતા નિઃસ્પૃહી સર્જકોમાંના એક છે. એમની ગઝલ ભાષાની સરળતા અને દિલમાંથી સીધા ઊતરી આવેલા ભાવના ઊંડાણના કારણે ભીડથી અલગ તરી આવે છે.

25 Comments »

  1. કુણાલ said,

    December 19, 2008 @ 2:43 AM

    આ તો જાણે મારા “ગામપાળે” ના જ કવિયીત્રી… !! 🙂

    ઊંઘની જાહેર નાદારી કરી…
    બસ,ઉછીના બે’ક સપના લાવ તું.

    મજાનો શેર !!

    તું જ જેનો રામબાણી છે મલમ
    તે જનમજૂનો વકરતો ઘાવ તું.

    ઉર્દુ શાયરીમાં ઘણો જ ખેડાએલો એવો ભાવ … પણ સુંદર રજુઆત …

    આ જગત ને ‘હર્ષવી’ છે જલ-કમલ
    બેઉ વચ્ચેનો અદૃશ અલગાવ તું.

    વાહ .. ખુબ જ નવો અને તરોતાજા ખયાલ !! મજાનો શેર્..

    સુંદર ગઝલ !! ….

  2. vivek tank said,

    December 19, 2008 @ 7:06 AM

    વાહ વાહ …બહુ ગમ્યુ

  3. P Shah said,

    December 19, 2008 @ 9:13 AM

    આ ઉદાસીને જરા સમજાવ તું
    દોસ્ત! જો આવી શકે તો આવ તું….. આ શેર ખૂબ ગમ્યો.

    કાગળ કોરોય મોકલાવ તું ,
    દોસ્ત ! બોલાવી શકે બોલાવ તું !

  4. pragnaju said,

    December 19, 2008 @ 10:16 AM

    તું જ જેનો રામબાણી છે મલમ
    તે જનમજૂનો વકરતો ઘાવ તું.
    આ જગત ને ‘હર્ષવી’ છે જલ-કમલ
    બેઉ વચ્ચેનો અદૃશ અલગાવ તું.
    સુંદર
    કાવ્યના બુનિયાદી રૂપ-ગઠન નો આધાર હજુ પણ કેટલીક હદ સુધી તેજ ‘મિથક-દૃષ્ટિ’ છે, જેના સહારે મનુષ્ય યથાર્થ નો બોધ પ્રાપ્ત કરે છે, બહારની દુનિયા સાથે તેનો સંબંધ જોડે છે.
    એક બીજાથી જોડાયલા તથ્ય અને ઘટનાઓ કાવ્ય-કવિને એટલા પ્રભાવિત નથી કરતા જેટલી સામૂહિક અવચેતના થી જોડાયલા રૂપક ,એની અન્તર્ચેતનાને અનુપ્રાણિત અને આલોકિત કરે છે .. રૂપક ના તથ્ય અને મિથકથી તર્કની તરફ ધસતી મનુષ્ય ની માનસિકતા મનુષ્યનિ સામૂહિક અવચેતના ધીરે-ધીરે વ્યક્તિ ની આ ત્મ ચે ત ના મા પરિણત થવા લાગે છે.

  5. Sandhya Bhatt said,

    December 19, 2008 @ 10:29 AM

    મત્લાનો શેર એકદમ સહજ,a gazal with good finishing.

  6. સુનિલ શાહ said,

    December 19, 2008 @ 11:39 AM

    મત્લાથી મક્તા સુધીની સહજ,સરળ–ભાવવાહી શૈલી હૃદયને સ્પર્શી ગઈ..

  7. Shah Pravinchandra Kasturchand said,

    December 19, 2008 @ 12:43 PM

    વાહ વાહ …બહુ ગમ્યું.
    વાહ વાહ …બહુ ગમ્યું .
    હર્ષવીને છે આ પ્રાર્થના
    આવું રોજ મોકલાવ તું.

  8. Kavita Maurya said,

    December 19, 2008 @ 12:56 PM

    હષૅવી લિખિત આ ગઝલને હષૅવીના મુખે સાંભળવાનો લ્હાવો પણ કંઈક અલગ જ છે.
    અભિનંદન હષૅવી.
    – કવિતા મૌયૅ.

  9. Babu said,

    December 19, 2008 @ 7:13 PM

    આ જગત ને ‘હર્ષવી’ છે જલ-કમલ
    બેઉ વચ્ચેનો અદૃશ અલગાવ તું.

    ભાવથી ભરપુર આ ગઝલના દરેક શેર ખુબ જ સુંદર છે.

    અમે જલ- કમલ જેટલા નજીક તો નથી, પણ હજારો
    માઇલ દૂરથી આવી આ જગતના એક ખુણામા અમારા
    હૈયાંને જરૂર સ્પર્શી ગઈ.

  10. ધવલ said,

    December 19, 2008 @ 7:40 PM

    આ ઉદાસીને જરા સમજાવ તું
    દોસ્ત! જો આવી શકે તો આવ તું.

    – સરસ !

  11. uravshi parekh said,

    December 19, 2008 @ 7:48 PM

    આ ઉદાસી ને જર સમજાવ તુ.
    દોસ્ત ! આવિ શકે તો આવ તુ, અને
    ઉન્ઘ નિ જાહેર નાદારી કરી,
    બસ ઉછીના બે એક સપ્ના લાવ તુ,
    આમ પણ દોસ્ત ને જ બધુ કહી શકાય ને..
    સરસ છે..

  12. Sudhir Patel said,

    December 20, 2008 @ 11:42 AM

    સુંદર ગઝલ બદલ હર્ષવી પટેલને અભિનંદન!
    સુધીર પટેલ.

  13. ઊર્મિ said,

    December 20, 2008 @ 1:15 PM

    વાહ… એક એક શે’રની સરળતા અને ગહનતા છે….ક ઊંડે સુધી સ્પર્શી જાય છે…!

    અને આ તો ગણદેવીનાં કવયિત્રી એટલે કે અમારા પણ ગામનાં જેવાં જ કહેવાય હોં…! 🙂

    હાર્દિક અભિનંદન હર્ષવીને…!

  14. Dr firdosh dekhaiya said,

    December 21, 2008 @ 12:08 AM

    બહુ જ સરસ રચના છે.
    હર્ષવીને હાર્દિક અભિનંદન.

    http://www.firdoshdekhaiya.wordpress.com

  15. "ઈશ્ક" પાલનપુરી said,

    December 21, 2008 @ 5:26 AM

    આ ઉદાસીને જરા સમજાવ તું
    દોસ્ત! જો આવી શકે તો આવ તું.
    બહુ જ સરસ રચના છે.
    હર્ષવી પટેલને અભિનંદન
    “ઈશ્ક” પાલનપુરી

  16. Hrashad Vitthalapara said,

    December 23, 2008 @ 4:43 AM

    Very good i like so much…..

    Emni sathe ankho mali jay jara pan.
    Ne samay sthmbhi jay jara pan..

    Karu hu ekrar prem no
    ne teni ha mali jay jara pan..

    From ME

  17. Milind Gadhavi said,

    December 24, 2008 @ 3:53 AM

    ‘આ ઉદાસી મારાથી નથી સમજતી’ એવા ભાવથી શરુ થતો મત્લા ન સ્પર્શે તો જ નવાઇ. મત્લાનાં “આ” થી મક્તાનાં “તું” સુધી પહોંચતા એક આખી જિંદગીમાંથી પસાર થયાનો અહેસાસ થાય એટલાં સુંદર શેર. સુકુમાર ટહુકો શૂન્યતાના ફુરચા કરવા માટે મંગાવામાં આવે એ વાંચીને જ કહી શકાય કે આ સંવેદન નિઃશંકપણે એક સ્ત્રીનું જ હોય! ઊંઘની નાદારી જાહેર કરીને આ કવિયિત્રી સપનાં તો માગે છે પરન્તું પાછા આપવાની શરત સાથે. જોકે જનમજૂના વકરતા ઘાવ માટે ‘રામબાણી મલમ’ શબ્દપ્રયોગ મને થોડોક ખૂંચ્યો. મક્તામાં કમળવત થઇ, પોતાની જાતને જગત સામે મૂકી બેઉ વચ્ચે ‘અદૃશ ‘ શબ્દનો સરસ વિનિયોગ કર્યો છે!
    Harshvi is undoubtedly proving to be the most promising female poet in gujarati literature. Congrats and wishes…!!!
    – ગ.મિ.

  18. krishna said,

    May 31, 2009 @ 4:13 AM

    ઊંઘની જાહેર નાદારી કરી…
    બસ,ઉછીના બે’ક સપના લાવ તું.

    આ શેર તો ખરેખર મને ઊંઘ નહી આવવાં દે..

    તું જ જેનો રામબાણી છે મલમ
    તે જનમજૂનો વકરતો ઘાવ તું.

    અને કવિતાજી એ કહ્યું એમજ આ ગઝલજો આપનાં મુખે જ સાંભળવાં મળે તો તો ખરેખર મજા પડી જાય્…

  19. Riyaz Munshi said,

    October 12, 2010 @ 7:12 AM

    Harshviben,
    As discussed with you at Baroda regarding your poetry..Today I feel your all three Gazals with the core of My heart..It is rightly said that The best & most beautiful thing in this world cannot be seen or even touched..it can be feel with the core of the heart..Many Many Congratulations to you…See you on next work shop of SRG…Take care..

  20. jitu trivedi said,

    December 16, 2011 @ 11:13 AM

    Harshaviben, gazal tamara j axaroma vachvani bevdi maza avi! Abhinandan.

  21. KD RATHOD said,

    March 12, 2012 @ 10:15 PM

    very good
    i like so much……
    “ahi to mrug jal ne pinara hoy chhe!!!!!… …
    tethi j to kya zanzva ne kinara hoy chhe ???”
    by -KD

  22. sugnesh patel said,

    September 28, 2012 @ 12:10 AM

    હાર્દિક અભિનંદન હર્ષવીને…!

    સરસ !

  23. KD RATHOD said,

    January 23, 2013 @ 11:17 PM

    બહુ સરસ વાહ્

  24. અભિનંદન હર્ષવીને…! said,

    March 18, 2013 @ 2:58 PM

    અભિનંદન હર્ષવીને…

  25. jigna trivedi said,

    March 19, 2013 @ 2:45 PM

    સુંદર ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment