એકલવાયા – વજેસિંહ પારગી
માથા પર વાદળની છાયા,
અમ પર એવી જગની માયા.
શત્રુ હો તો લડી લઉં પણ,
રણમાં ઊભા માડીજાયા.
એક જણે છોડ્યા છે અમને,
ટોળામાં પણ એકલવાયા.
બે દિન માટે આવે ને જાય,
સુખ તો છે એક અતિથિ ભાયા.
તરવા બેઠો છું ભવસાગર,
લઈને હું માટીની કાયા.
– વજેસિંહ પારગી
કવિ મત્લામાં કહે છે એવી દૂ….રની માયા રાખીએ તો દુઃખી ન થવાય. બીજા શેરનો સંદર્ભ તો તરત જ સમજી શકાય છે. પણ ખરી મજા ત્રીજા શેરમાં છે. પ્રણયની આખી ગીતા બે જ લીટીમાં કવિ સમાવી લે છે. સફળ થાવ કે વિફળ, પ્રેમ તમને તમારામાં જ ઓતપ્રોત કરી દે છે, ભલે ને ટોળાંમાં હોવ કે ન હોવ.
Rakesh Thakkar said,
August 20, 2016 @ 9:57 AM
vaah!
તરવા બેઠો છું ભવસાગર,
લઈને હું માટીની કાયા.
La' Kant Thakkar said,
August 25, 2016 @ 8:20 AM
“…..સફળ થાવ કે વિફળ, પ્રેમ તમને તમારામાં જ ઓતપ્રોત કરી દે છે, ….”
સરસ…
La' Kant Thakkar said,
August 25, 2016 @ 8:22 AM
પ્રેમ તમને તમારામાં જ ઓતપ્રોત કરી દે
“…. મુક્તિ-પથ …” …. “… અગ્નિ-પથ…”