નહિતર આ બધી નૌકાઓ ડૂબી જાય શી રીતે,
સમંદરમાંય મૃગજળ છે જે દેખાઈ નથી શકતા.
– આદિલ મન્સૂરી

સત કહો કે ભ્રમણા – વિમલ અગ્રાવત

સત કહો કે ભ્રમણા.
આંખ મીચું ત્યાં અજવાળાનાં ફૂલ ખીલે કંઈ નમણાં !
સત કહો કે ભ્રમણા.

તિમિર ભરેલી તલાવડી ને ફરતે નહીં કોઈ પાળ,
તળિયે તેજના ફણગા ફૂટે મૂળની મળે ન ભાળ,
રાત બની કંઈ રમણા.
સત કહો કે ભ્રમણા.

તેજ-તિમિરની રંગછટાનાં દૃશ્યો કૈં ચીતરાતાં,
ખુલ્લી આંખે ખોવાયેલાં પંખી ફરતાં પાછાં.
ટહુકા કરશે હમણાં.
સત કહો કે ભ્રમણા.

– વિમલ અગ્રાવત

શું હશે આ ? સાચું કે માત્ર આભાસ ? ચર્મચક્ષુ બંધ થતાં જ અજવાળું ખીલી ઊઠે છે. આરા-ઓવારા વિનાના અંધારામાં તળિયેથી ઉજાસ પ્રગટે છે, જેનું મૂળ પાછું અકળ છે. આંખ ખુલ્લી હોય ત્યારે જે આપણને છોડી ગયું હોય એ બધું સાંજ પડતાં પાછા ફરતાં પંખી પેઠે આપણા ચેતસ્ તરફ પરત ફરે છે.

11 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    August 11, 2016 @ 1:47 AM

    ખુલ્લી આંખે ખોવાયેલાં પંખી ફરતાં પાછાં.
    ટહુકા કરશે હમણાં.
    સત કહો કે ભ્રમણા.

    સત્તભ્રમણા ….!!?

  2. CHENAM SHUKLA said,

    August 11, 2016 @ 3:57 AM

    કાલે જ નવનીતમાં વાંચી ….આજે અહી …વાહ …..સત કહો કે ભ્રમણા

  3. Neha said,

    August 11, 2016 @ 3:58 AM

    Waaahhhh

  4. Rakesh Thakkar, Vapi said,

    August 11, 2016 @ 4:57 AM

    nice
    ટહુકા કરશે હમણાં.
    સત કહો કે ભ્રમણા.

  5. lata hirani said,

    August 11, 2016 @ 5:14 AM

    bahu saras geet.

  6. Saryu Parikh said,

    August 11, 2016 @ 9:38 AM

    વાહ! બહુ જ સુંદર રચના.
    સરયૂ પરીખ

  7. Nehal said,

    August 11, 2016 @ 11:02 AM

    Waah. ..zalhalti rachana!

  8. Mayur Koladiya said,

    August 11, 2016 @ 10:30 PM

    sundar…. aakhu kavya atyant ramya.

  9. સંજુ વાળા said,

    August 13, 2016 @ 2:11 AM

    સરસ ગીત
    વિમલ… અન્યત્ર આપણે ઘણી વાતો કરી છે આ ગીતની.

  10. La' Kant Thakkar said,

    September 13, 2016 @ 11:13 AM

    ” રાત બની કંઈ રમણા. સત કહો કે ભ્રમણા.”
    સરસ ભીતર કો;ક અજમ્પો કવચિત સતાવે એવું બને ખરું ,પણ અ તો …
    રંગતની રમણા … દૃષ્ટિ -ભેદ ?

    તંદ્રા .. નશો… ઝૂલવું

    જિંદગી એક નશો છે!તંદ્રાનો, જિંદગી લોલક ઝૂલવાનું નામ છે!..
    જિંદગી ભ્રમ અને વાસ્તવ,નશામાં ભ્રમ નામે મહા-નાગણ ફરે,
    મારા પર હળવેકથી સર્યા કરે ,શ્વાસોની સાથે વળ લઈ ફર્યા કરે!
    અવનવા ચિત્ર-વિચિત્ર સંદર્ભો,ઘટના દ્રશ્યો સર્જાયા ભૂંસાયા કરે!
    મીઠો,કડવો,તૂરો સ્વાદ ટેરવે રમ્યા કરે,મનની જીભ ચાટયા કરે!
    ખુશી,સુખ,આનંદ,વ્યથા,પીડા વસ્ત્ર બદલી આવ-જાવ કર્યા કરે,
    “હું”, ભ્રમ ને હકીકતના હિંચકામાં મારા જ હિંડોળાના દર્શન કરે!

  11. Vimal Agravat said,

    March 15, 2020 @ 7:30 AM

    જી, સંજુભાઇ
    તમારી સાથે જ્યારે જ્યારે કવિતાની ચર્ચા થાય છે ત્યારે કંઇક નવું પામતો રહું છું 🙏

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment