શહીદ – કૃષ્ણ દવે
નવા નવા થયેલા શહીદોએ કહ્યું,
અમને ગર્વ છે કે અમે દેશ માટે જીવ આપી દીધો.
આટલું સાંભળીને એક સીનિઅર શહીદ બોલ્યા: ગર્વ તો મને પણ હતો, ભાઈ !
મેં પણ મારો જીવ આપીને બચાવી હતી સંસદને.
પરંતુ અફસોસ તો એ વાતનો છે કે
મને મરણોત્તર મળેલો મેડલ ધૂળ ખાઈ રહ્યો છે !
મારો પરિવાર સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે !
અને
મને મારનારાઓ જેલમાં બેસીને આરામથી રોટલીઓ ખાઈ રહ્યા છે !
-કૃષ્ણ દવે
આપણી નમાલી નિષ્ઠાવિહોણી લોકશાહી અને આપણી માનવતાવાદી સંસ્થાઓ શું આપણને ભારે નથી પડી રહી ? મુઠ્ઠીભર આતંકવાદીઓની હિંમત શી રીતે થઈ શકે છે એક અબજ લોકોના દેશને છાશવારે બાનમાં લેવાની ? મૃત્યુને હાથમાં લઈને નીકળતા કહેવાતા જેહાદીઓને સીધા ઠાર મારવાને બદલે મૃત્યુ પણ ડરે અને બીજીવાર આતંકવાદ ફેલાવવાનો વિચાર કરતા પસીનો ફૂટી આવે એવું મૃત્યુ આપવું શું જરૂરી નથી બની ગયું ?
આપણી નિર્વીર્ય નેતાગીરી અને કદી ‘અપગ્રેડ’ ન થતી ન્યાયપ્રણાલીના કારણે સ્વર્ગમાં શહીદો પણ કૃષ્ણ દવે કહે છે એ રીતે દુઃખી થતા હોય એમાં કોઈ શંકા છે ?
pragnaju said,
November 30, 2008 @ 12:19 PM
મને મારનારાઓ જેલમાં બેસીને આરામથી રોટલીઓ ખાઈ રહ્યા છે !
કૃષ્ણ દવેએ કટાક્ષમાં કહેલું સત્ય વાંચતા જ કમકમા આવે છે
Chirag Patel said,
November 30, 2008 @ 3:38 PM
આ છે આપણી વામન નેતાગીરી ,આ વાંચી શરમાય અને ટીવી ઉપર લવારા
કરવાનું બંધ કરી કંઇ કરી બતાવે તો સારું
દે સવાયા સાથ સાળા સમ નેતા, ના થાશો લાચાર
આ છે ભોળા ભારતની ,દૃષ્ટિહીન મોહક રે સરકાર
આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ
લઘુ બાંધવના માવતર નેતાઓની ,લાગી આજ કતાર
ધૃતરાષ્ટના અવતાર ગૃહ પ્રધાનો,આવી દેશે માથે હાથ
મતદાનની ભૂખી માછલીઓ ના પીછાણે,વૈશ્વિક આતંકવાદ
વ્યંગ કવનના આકરા શબ્દો …નેતાઓ પીછાણે તો?
ચીરાગ પટેલ
shriya said,
November 30, 2008 @ 6:15 PM
મારો પરિવાર સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે !
અને
મને મારનારાઓ જેલમાં બેસીને આરામથી રોટલીઓ ખાઈ રહ્યા છે !
સરસ કટાક્ષ…
શ્રિયા
S.Vyas said,
November 30, 2008 @ 7:05 PM
Dear Vivekbhai,
Thank you for reflecting your sensitivity towards the current events through your post and blog.
anil parikh said,
December 1, 2008 @ 12:08 AM
we are governed by impotent entity-the earliest we change the character and put down self serving purpose of our politicians and political system all of us and krisna dave may have to burn ourselves
Mansi Shah said,
December 1, 2008 @ 2:24 AM
મને મરણોત્તર મળેલો મેડલ ધૂળ ખાઈ રહ્યો છે !
મારો પરિવાર સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે !
અને
મને મારનારાઓ જેલમાં બેસીને આરામથી રોટલીઓ ખાઈ રહ્યા છે !
એકદમ સાચુ!
અનામી said,
December 1, 2008 @ 12:07 PM
છતાંય કદાચ એ શહિદ ને પોતાની જાત પર ગર્વ જ હશે.
uravshi parekh said,
December 1, 2008 @ 6:26 PM
કેટલુ બધુ સત્ય એક નાનિ એવિ કવિતા માઁ.
ઘણિ વખત પાના ના પાના ભરી ને લખીયે કે લામ્બા લમ્બા લેક્ચરો મા પણ ના કહિ શકાય એટલુ બધુ અહિ કવિ એ બહુ સચોટ રિતે કવિ એ કહ્યુ છે.
બહુ સરસ…
અને વિવેકભાઈ ને પણ અભિનન્દન,સરસ કાવ્ય ગોતિ ને મુક્યુ.
ધવલ said,
December 1, 2008 @ 10:53 PM
બહુ સચોટ વાત… શેખાદમનું મુક્તક યાદ આવે છે…
આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ
ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ
માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ !
– શેખાદમ આબુવાલા
Jina said,
December 2, 2008 @ 2:17 AM
કેવો વેધક કટાક્ષ… કેટલી તીક્ષ્ણ વાત…
Pinki said,
December 3, 2008 @ 4:11 AM
નખ મારી મારીને જખ્મને ઊંડા કરવાથી –
કારણ મળી આવે કદાચ જખ્મનો………….. ??
Lata Hirani said,
December 5, 2008 @ 6:46 AM
એમનુઁ નામ એટલે જ કૃષ્ણ હશે !! સાચી અને સચોટ વાત !!
PALASH SHAH said,
April 14, 2020 @ 5:41 AM
કોરોનામાં શહીદ થવા વાળા ની પણ આજ દશા હશે …