કારણ વગર – હિતેન આનંદપરા
આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર
જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર
કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર
માણસોને ચારવા નીકળી પડેલું આ નગર
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર
હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર
તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.
– હિતેન આનંદપરા
Nilesh Rana said,
August 2, 2016 @ 8:44 AM
Sunder Arth Sabhar Gazal
Rakesh Thakkar, Vapi said,
August 3, 2016 @ 7:13 AM
બહોત ખૂબ !
તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.
lata hirani said,
August 3, 2016 @ 8:52 AM
superb
but this one
હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર
Salam…
Yogesh Shukla said,
August 7, 2016 @ 7:22 PM
છેલ્લી પંક્તિ પુરી રચના ની જાન છે ,
તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.
jadav nareshbhai said,
August 16, 2016 @ 2:28 AM
ગઝલ : તા. ૧૩/૦૮/૨૦૧૬
ગઝલ લખવી છે …..
બસ તારાજ નામે મારે ગઝલ લખવી છે ;
ને તારા જ પ્રેમની ઈમારત ચણવી છે :
આમ મળે જો જીવનભર સાથ તારો હવે ;
આખીય જિંદગી તારા નામથી તરવી છે ;
સાવ ફિક્કુ, ફિક્કુ લાગે છે,બસ તારા વિના ય :
એક તારા જ પ્રેમની મીઠાશ ભરવી છે ;
તું જ મારા જીવનમાં પ્રેમનો બાગ છે હવે ;
બસ તારા જ પ્રેમની લહેર માણવી છે :
એટલે જ આ ગઝલ ય તારા નામથી લખી છે;
“ જાન” મારી આ ગઝલ અમર કરવી છે :
કવિ : “જાન “
જાદવ નરેશ
મલેક્પુર (વડ)
મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪
:ગઝલ : તા. ૧૩/૦૮/૨૦૧૬
સાવ નવરા (તરહી) ગઝલ …..
સાવ નવરા જ બેસી રહેવું પોષય નહી ;
ને કોઈના ઓટલા તોડવા પોષય નહી :
ઓટલા પર બેસી ગપાટા મારીએ એથી શું ;
ને કોઈના કાન ફોડવા જ પોષય નહી ;
સાવ અર્થવગરની નકામી વાતો હોય છે ;
આમ ખોટા લફારા ઝુડવા પોષય નહી ;
કંઈ ઉપજે નહી જ ક્શોય સાર ત્યાં જુઓ :
આમ ખાલી રોફ મારવા ય પોષય નહી ;
અરે ગપાટા જ મારીને આખર શું મળે છે ;
“જાન “ બીજામાં વેર રોપવા પોષય નહી ;
કવિ : “જાન “
જાદવ નરેશ
મલેક્પુર (વડ)
મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪