ન્યાય નથી – પ્રશાંત સોમાણી
કોઈની લાગવગ ત્યાં ક્યાંય નથી.
મોક્ષ સારા કરમ સિવાય નથી.
હાલ મારા તને તો જાણ હતી,
જાતની પણ મને સહાય નથી.
વેર લીધા પછી શું શાંતિ થશે?
શોધ, બીજો કશો ઉપાય નથી?
એની પાસે હવે શું આશ ભલા,
મહેરબાનીમાં જેની ન્યાય નથી.*
એટલે તો જગત જલે છે ‘પ્રશાંત’,
આપણી વચ્ચે અંતરાય નથી.
– પ્રશાંત સોમાણી
સાદ્યંત સુંદર રચના… વેર વિશે સાવ સહજ બાનીમાં લખાયેલો શેર તો શિરમોર !
(*તરહી પંકિત: – મરીઝ)
Krupa said,
September 9, 2016 @ 9:16 AM
Khub saras
Kiran Chavan said,
September 9, 2016 @ 11:47 AM
Nice one
vimala said,
September 9, 2016 @ 2:23 PM
“વેર લીધા પછી શું શાંતિ થશે?
શોધ, બીજો કશો ઉપાય નથી?”
વાહ!
એક નાનકડા શેર દ્વારા મહભારતનો સંદેશ બતાવી આપ્યો કેઃ”વેર વેરથી ના શમે અવેરે જ શમે વેર”
Rakesh Thakkar, Vapi said,
September 10, 2016 @ 12:37 AM
VAAH
એની પાસે હવે શું આશ ભલા,
મહેરબાનીમાં જેની ન્યાય નથી.
Aasifkhan.aasir said,
September 10, 2016 @ 3:39 PM
સરસ
વાહ
Yogesh Shukla said,
September 11, 2016 @ 10:41 AM
સુંદર,મોક્ષ તરફ લઇ જતી રચના ,
કવિ નો સંદેશ આધ્યાત્મિક છે ,
હરિ છે માર્ગ શૂરા નો નહિ કાયર નું કામ જો ને ,