સજા – રીના (અનુ. વિવેક મનહર ટેલર)
આ
તે
કંઈ પણ
થઈ શકતું હતું…
અવળા વહેણ પર
સંભાવનાઓનો પુલ
હવાના ખભા પર
કદાચ બનાવી પણ લઉં….!!!!!
પણ…
પણ હવે જવા દો ને…
કેટલાક અહેસાસોને
શબ્દોની સજા ન દેવી જોઈએ !!!!!
– રીના
(અનુ. વિવેક મનહર ટેલર)
કેટલીક કવિતાઓ ઠે..ઠ ભીતરથી નાભિ વલોવાઈને આવતી હોય છે. આ એમાંની એક છે. કોઈ જાતનો લવારો નહીં, એક પણ વધારાનો શબ્દ નહીં.
એકાક્ષરી શબ્દોથી શરૂ થઈ કાવ્ય કદમાં અને ભાવમાં -બંને રીતે સપ્રમાણ વિસ્તરે છે. જીવનમાં ઘણા દોરાહા એવા આવે છે જેના પર પસાર થયા બાદ જ અહેસાસ થાય છે કે આ કે તે – કંઈ પણ શક્ય હતું. પણ road not taken તરફ – અવળા વહેણમાં ઉપરવાસ જવું કંઈ દર વખતે શક્ય નથી હોતું, પછી મનમાં ભલેને કંઈના કંઈ હવાઈ કિલ્લાઓ આપણે કેમ બાંધી ન લઈએ.
કવિતા આ એક જ બંધમાં પૂરી થઈ શકી હોત. પણ બીજો બંધ કવિતાને નવતર ઊંચાઈ બક્ષે છે. પણ કહીને અટક્યા પછી કવયિત્રી આગળ તો વધે છે પણ એટલું કહેવા જ કે કેટલાક અહેસાસ આઝાદ જ સારા… એ અહેસાસોને શબ્દોમાં કેદ કરવામાં અહેસાસ પોતે કદાચ મરી પરવારે છે…
*
ये
वो
कुछ भी….
हो सकता था…!!
उल्टे बहाव पे
इम्काँ का पूल
हवा के खँभों पर
अगर बना भी लूँ…..!!!!!
पर…
पर अब जाने भी दो…..
कुछ एहसासात को
लफ़्ज़ों की सज़ा नहीं देते !!!!!
रीना
નિનાદ અધ્યારુ said,
July 23, 2016 @ 2:15 AM
कुछ एहसासात को
लफ़्ज़ों की सज़ा नहीं देते !!!!!
શું ટોન છે …!!
સુંદર અનુવાદ વિવેકભાઈ !
Neha said,
July 23, 2016 @ 2:16 AM
Aa ek sashakt kavyitri chhe. Emni darek kavita man ne vichaartu kari muke chhe.
rina.di, tamara sangrah ni raah ma chhu…
Rakesh Thakkar, Vapi said,
July 23, 2016 @ 3:00 AM
વિવેકભાઇ આપની વાત વાંચવાની પણ કવિતા જેટલી જ ગમે છે. સરસ અવલોકન છે કે, ”એકાક્ષરી શબ્દોથી શરૂ થઈ કાવ્ય કદમાં અને ભાવમાં -બંને રીતે સપ્રમાણ વિસ્તરે છે.”
Rina said,
July 23, 2016 @ 3:18 AM
Thank you so much….. 🙂
KETAN YAJNIK said,
July 23, 2016 @ 6:08 AM
કવિતા,ભાવાનુવાદ અને શબ્દાર્થ કાબિલે દાદ
CHENAM SHUKLA said,
July 23, 2016 @ 6:25 AM
વાહ …રીનાબેન જેટલું સારું લખે છે …તેટલું સારું વાંચે પણ છે
Gunjan Mirani said,
July 23, 2016 @ 11:56 AM
Superb
Yogesh Shukla said,
July 23, 2016 @ 3:26 PM
બહુજ સુંદર કંઈક અલગ,
ભલે ને શબ્દો ને સજા ગઝલોમાં થતી ,
પણ ક્યારેક શબ્દો સડસડાટ દોડે મંઝિલ સુધી,
Maheshchandra Naik said,
July 23, 2016 @ 4:24 PM
SARAS,SARAS,SARAS……
lata hirani said,
July 27, 2016 @ 9:04 AM
kya bat hai Rinaji ! wonderful….
La Kant Thakkar " કંઈક ' said,
July 30, 2016 @ 1:07 AM
चलो अच्छा हुआ,आप चुप रहे, जजबात कुछ हमारे भी ़़़़़़
जाने दो अगले जनममें़़़़़ बात़़़़़़़़़