ક્ષણ હસવું, ક્ષણ રડવું – નિરંજન ભગત
ક્ષણ હસવું, ક્ષણ રડવું;
પૃથ્વી વિણ ક્યાં જડવું ?
સ્વર્ગમહીં નહીં, અહીં સુખદુ:ખે
જનમ જનમ રે જીવું;
પાય જગત જે, હસતે મુખે
સકલ હોંસથી પીવું,
કંઈ મીઠું, કંઈ કડવું !
સ્વર્ગંગાને ક્યાંય નથી રે
જમુનાનો જળઘાટ,
નન્દનવનની માંહ્ય નથી રે
મથુરાપુરની વાટ;
વ્રજ વિણ રે સૌ અડવું !
– નિરંજન ભગત
‘સ્વર્ગ’ શોધવા કરતા કવિને પોતાનું ‘વ્રજ’ જ વહાલું છે. દરેક માણસ માટે પોતાનું ‘વ્રજ’ પોતાની અંદર જ હોય છે – એને જાણી, માણી અને ઉજવી લેવું. જે સહજ છે એને સનાતન ચાહવું.
મજલિસ said,
November 4, 2008 @ 5:36 AM
good words.
pragnaju said,
November 4, 2008 @ 10:06 AM
જાણીતા કાવ્યનું મઝાનું રસદર્શન માણી આનંદ
Pinki said,
November 5, 2008 @ 2:54 AM
વૈકુંઠથીયે વ્હાલું વ્રજધામ !!
Pravin Shah said,
November 5, 2008 @ 7:18 AM
વ્રજ વિણ રે સૌ અડવું ! અહીં સુખદુ:ખે જનમ જનમ રે જીવું;
Sunil Nair said,
November 5, 2008 @ 8:48 AM
though I am south Indian but born & bought in Ahmedabad , I am a big fan of Gujarati gazals & lietrature , thank you for providing such fantastic materils , Because my love with Gujarati I have selected my Main subject as Gujarati Lietrature in Gujarat Public Service Commission .
Thank you once again