ઉડાડી છેક દરિયાપાર લઈ ગઈ
હસી એક છોકરી વિમાન જેવું
– અદમ ટંકારવી

ગઝલ – નિનાદ અધ્યારુ

ફોનમાં ગુજરાતી વંચાતું નથી,
એને શું કહેવું એ સમજાતું નથી !

આપણે બીજાને બોલી નાખીએ,
આપણાથી એજ સંભળાતું નથી.

એમ ના પૂછો કે શું-શું થાય છે,
એમ તો પૂછો કે શું થાતું નથી ?

પથ્થરો બોલો તો ઠોકી મારીએ,
આપણાથી ફૂલ ફેંકાતું નથી !

જિંદગીને કેમ જીવવી જોઈએ ?
એ પરીક્ષામાં તો પૂછાતું નથી !

ગામ આખા કાજ તાળી પાડીએ,
આપણું આણું જ પથરાતું નથી !

આપણું જે ખૂબ ગમતું નામ હો,
નામ કમબખ્ત એજ બોલાતું નથી.

આપણે રૂપિયા તો ખર્ચી નાખીએ,
આપણું હોવું જ ખર્ચાતું નથી !

રાખીએ અંતર, બધું એથી થતું,
સ્પર્શવાથી કાંઈ અભડાતું નથી.

થાય તો એ પણ કરી જોતે ‘નિનાદ’,
પણ ગઝલ સાથે તો પરણાતું નથી !

– નિનાદ અધ્યારુ

મત્લાના શેરને બાદ કરીએ તો શીરાની જેમ ગળે ઊતરી જાય એવી મનનીય રચના. જે આપણે બીજાને આસાનીથી સંભળાવી દેતા હોઈએ છીએ એ જ બીજાના મોંએ સાંભળવું દોહ્યલું થઈ પડે છે. આપણી પરીક્ષાપદ્ધતિ પર મર્મભેદી કટાક્ષ કરતો શેર, અને આખરી ત્રણ શેર ઓલ-ટાઇમ-ગ્રેટની હરોળમાં છાતી કાઢીને બેસી શકે એવા થયા છે.

17 Comments »

  1. મીના છેડા said,

    May 7, 2016 @ 1:34 AM

    આપણું જે ખૂબ ગમતું નામ હો,
    નામ કમબખ્ત એજ બોલાતું નથી. આહ!

  2. બ્રિજેશ પંચાલ 'મધુર' said,

    May 7, 2016 @ 2:36 AM

    જિંદગીને કેમ જીવવી જોઈએ ?
    એ પરીક્ષામાં તો પૂછાતું નથી !
    ક્યાં બાત હે યાર, શેરમાં આ વાત લાવવી અદભૂત કાર્ય, સુંદર રચના…..

  3. Neerja said,

    May 7, 2016 @ 3:12 AM

    Khoob j saral rite samjhavayel atpati jindagi ni chatpati haqueekat… waah Ninad ji.. hats off

  4. Amit said,

    May 7, 2016 @ 4:54 AM

    Aapnu hovu j kharchatu nathi…
    Wah ninadbhai…

  5. PRIYVADAN PRAHLADRAY MANKAD said,

    May 7, 2016 @ 6:50 AM

    Very humorous and “sachot” poem.

  6. jagruti said,

    May 7, 2016 @ 7:14 AM

    Adbhut

  7. ભરત ત્રિવેદી said,

    May 7, 2016 @ 9:01 AM

    સરસ રચના પરંતુ એટલાક શેર જતા કર્યા હોત તો ગઝલ વધીરે ધારદાર નની હોત એવું મને લાગ્યું .

  8. Rina said,

    May 7, 2016 @ 10:13 AM

    આપણે બીજાને બોલી નાખીએ,
    આપણાથી એજ સંભળાતું નથી.

    જિંદગીને કેમ જીવવી જોઈએ ?
    એ પરીક્ષામાં તો પૂછાતું નથી !

    આપણું જે ખૂબ ગમતું નામ હો,
    નામ કમબખ્ત એજ બોલાતું નથી.

    Mast….

  9. Hirva Pandya said,

    May 7, 2016 @ 11:23 AM

    A beautiful composition which gives the readers a much needed reality check. It’s commendable how Ninad Adhyaru Sir subtly touched upon the flaws of our education system.

  10. હિરેન કોટક said,

    May 7, 2016 @ 12:15 PM

    વેબ એટલે જાળ અને જીવન એટલે જંજાળ
    એમાંયે નિનાદ ની કવિતાઓ એટલે શબ્દો માયાજાળ

  11. heena trivedi said,

    May 7, 2016 @ 3:05 PM

    waaahhhh khub j saras

  12. Kusum said,

    May 8, 2016 @ 1:55 AM

    Sundar rachna ninaadji ni

  13. Bhavesh Patel said,

    May 8, 2016 @ 4:54 AM

    એમ ના પૂછો કે શું-શું થાય છે,
    એમ તો પૂછો કે શું થાતું નથી ?

  14. Yogesh Shukla said,

    May 12, 2016 @ 1:26 PM

    જિંદગીને કેમ જીવવી જોઈએ ?
    એ પરીક્ષામાં તો પૂછાતું નથી !

    કવિ શ્રી એક એક પંક્તિ સાથેની સીધી અને સરળ રચના ,

  15. heena trivedi said,

    June 17, 2016 @ 2:56 PM

    waaahhhh 👌

  16. LAKHANI DARSHAN said,

    August 5, 2019 @ 2:23 AM

    પથ્થરો બોલો તો ઠોકી મારીએ,
    આપણાથી ફૂલ ફેંકાતું નથી !

    જિંદગીને કેમ જીવવી જોઈએ ?
    એ પરીક્ષામાં તો પૂછાતું નથી !

    થાય તો એ પણ કરી જોતે ‘નિનાદ’,
    પણ ગઝલ સાથે તો પરણાતું નથી !

    JORDAR HO SAHEB

  17. Nirav Raval said,

    August 7, 2019 @ 5:03 AM

    જિંદગીને કેમ જીવવી જોઈએ ?
    એ પરીક્ષામાં તો પૂછાતું નથી !
    આપણું જે ખૂબ ગમતું નામ હો,
    નામ કમબખ્ત એજ બોલાતું નથી.
    નિનાદભાઇ.. કેટલુંય અધ્યાર રાખ્યું.. કોઇ દી પરબારું પણ બોલી દો..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment