રંગમાં જે ભળી નથી શક્તા,
એ પછી રાગ-દ્વેષ પામે છે.
સુધીર પટેલ

ગઝલ – નિનાદ અધ્યારુ

અમથી-અમથી ફાળ પડે છે,
વિચારું ત્યાં ડાળ પડે છે !

વિક્રમ જેવું જીવું કિન્તુ,
ખભ્ભે રોજ વેતાળ પડે છે !

આંખો સામે જોયા ના કર,
આંખો બહુ ખર્ચાળ પડે છે !

ત્યાં પણ ઘોડાપૂર જોયાં જ્યાં-
પાણી પહેલા પાળ પડે છે.

એણે ના પાડી તો શું છે ?
દિલના ક્યાં દુકાળ પડે છે !

ખોટું બોલો, સરઘસ કાઢે,
સાચું બોલો, ગાળ પડે છે !

પ્રેમ કરો તો જાણો સાહેબ,
દિલમાં કેવી જાળ પડે છે !

મૂઠ્ઠીભર સુખ માંડ છૂપાવું,
ત્યાં દુનિયાની લાળ પડે છે.

પ્રેમમાં સૌ કોઈ પડતુ કિન્તુ,
સૌ પહેલા શરમાળ પડે છે !

‘નિનાદ’ મારી વ્હાલી જગ્યા :
એની જ્યાં પરસાળ પડે છે !

– નિનાદ અધ્યારુ

પાણીદાર ગઝલ… લગભગ બધા જ શેર સંતર્પક.

12 Comments »

  1. Yogesh Shukla said,

    June 16, 2016 @ 1:44 AM

    બહુજ સુંદર ,સરળ શબ્દો ની ગઝલ ,એક એક શેર દમદાર ,..
    આ શેર તો બહુજ ગમ્યો ,…

    વિક્રમ જેવું જીવું કિન્તુ,
    ખભ્ભે રોજ વેતાળ પડે છે !

  2. Rina said,

    June 16, 2016 @ 2:03 AM

    Waaahhh……. awesome

  3. girish popat said,

    June 16, 2016 @ 3:49 AM

    Wah khub j sundar

  4. CHENAM SHUKLA said,

    June 16, 2016 @ 4:01 AM

    મૂઠ્ઠીભર સુખ માંડ છૂપાવું,
    ત્યાં દુનિયાની લાળ પડે છે……વાહ્…..

  5. KETAN YAJNIK said,

    June 16, 2016 @ 9:14 AM

    સમય વીતતો જાય છે પ્રતીક્ષાના સમરાંગણ માં
    એવું તે કેવું ને એવી તે કેવી અમથી-અમથી ફાળ પડે છે,

  6. Hiren said,

    June 16, 2016 @ 12:42 PM

    Wah wah bahu Saras Kavi Ninad Adhyaru

  7. Laxmiakant Thakkar said,

    June 16, 2016 @ 1:29 PM

    “પ્રેમ કરો તો જાણો સાહેબ,
    દિલમાં કેવી જાળ પડે છે !”
    અનુભવ – ફેીલિન્ગ્સ સત્ય !

  8. vimala said,

    June 16, 2016 @ 3:16 PM

    “એણે ના પાડી તો શું છે ?
    દિલના ક્યાં દુકાળ પડે છે !”
    ને તોય્…..
    “‘નિનાદ’ મારી વ્હાલી જગ્યા :
    એની જ્યાં પરસાળ પડે છે !”
    વાહ્…વાહ્…..

  9. Harshad said,

    June 17, 2016 @ 7:43 PM

    Enjoyed. Very nice Gazal.

  10. heena trivedi said,

    June 17, 2016 @ 11:23 PM

    Wah khub j saras 👌

  11. Bhumi said,

    June 24, 2016 @ 2:49 AM

    amazing !!

  12. VISHAL JOGRANA said,

    August 6, 2016 @ 5:18 AM

    વાહ ખૂબ જ સરસ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment