ગઝલ – મેગી અસનાની
જાત સાથે વાતમાં વીતી ગઈ,
રાત ઝંઝાવાતમાં વીતી ગઈ.
પ્રેમ, પીડા, લાગણી કંઈ ના મળ્યું,
જિંદગી અર્થાતમાં વીતી ગઈ.
જે મળ્યા આઘાત દિવસે એ વિષે,
રાત પ્રત્યાઘાતમાં વીતી ગઈ.
ક્યાં હયાતીની કરી છે મેં કદર,
રોજની દરખાસ્તમાં વીતી ગઈ.
આજ એનું નામ આવ્યું હોઠ પર,
બે ઘડી નિરાંતમાં વીતી ગઈ.
– મેગી અસનાની
આપણે સહુ આજે એવા વર્ચ્યુઅલ વિશ્વના વાસી બની ગયાં છીએ જેમાં આપણી પાસે આપણા સ્માર્ટ ફોન સિવાય વિશેષ કશું નોંધપાત્ર બચ્યું નથી. પરિવારના પાંચ સભ્યો સાથે બેઠાં હોય કે પાંચ-સાત જિગરી દોસ્તોની મહેફિલ જામી હોય યા નિકટના સ્વજનના લગ્નમાં જાનૈયાઓને જોઈએ – એવા દૃશ્યોની હવે નવાઈ નથી જ્યાં બધા એકબીજા સાથે ગુફ્તેગૂના બદલે પોતપોતાના સ્માર્ટ ફોનમાં વ્યસ્ત હોય. આવામાં જાત સાથે વાત એ તો જાણે દીવાસ્વપ્ન થઈ ગયું. એટલે જ કવયિત્રી કહે છે કે જાત સાથે વાતમાં વીતે એ રાત ઝંઝાવાતમાં વીતે.
Ninad Adhyaru said,
April 22, 2016 @ 2:09 AM
આજ એનું નામ આવ્યું હોઠ પર,
બે ઘડી નિરાંતમાં વીતી ગઈ.
પીડામય સાદગી …!
Ninad Adhyaru said,
April 22, 2016 @ 2:12 AM
દિલકે અરમાં આંસુઓમે બહે ગયે,
હમ વફા કરકે ભી તન્હા રહે ગયે.
આ ગઝલ યાદ આવી ગઈ !
Meena said,
April 22, 2016 @ 2:35 AM
saras
Jigna said,
April 22, 2016 @ 4:55 AM
Sarss gazal
Kafiya vadhu gamya
Rakesh Thakkar, Vapi said,
April 22, 2016 @ 8:14 AM
સરસ રચના
જાત સાથે વાતમાં વીતી ગઈ,
રાત ઝંઝાવાતમાં વીતી ગઈ.
રચના જેટલુઁ જ સરસ વિષ્લેષણ .
આ વાત ખરેખર હકીકત છે.
બધા એકબીજા સાથે ગુફ્તેગૂના બદલે પોતપોતાના સ્માર્ટ ફોનમાં વ્યસ્ત હોય. આવામાં જાત સાથે વાત એ તો જાણે દીવાસ્વપ્ન થઈ ગયું.
vimala said,
April 22, 2016 @ 4:46 PM
આજ એનું નામ આવ્યું હોઠ પર,
બે ઘડી નિરાંતમાં વીતી ગઈ.
લલિત ત્રિવેદી said,
May 5, 2016 @ 2:31 PM
વાહ ..