બસ – કૃષ્ણ દવે
પંચાણુ ટકા સળગી ગયેલી બસે અંતિમ શ્વાસ લેતા પ્હેલા કહ્યું
યાદ છે તમને ?
રોડ ઉપર બાંધેલી છાપરીવાળા બસસ્ટેન્ડે બેઠા બેઠા તો તમે દસ વાર પૂછી લેતા “બસ ક્યારે આવશે ? બસ ક્યારે આવશે ? “ અને હું આવું ત્યારે હોંશે હોંશે ગોઠવાઈ જતા બારી પાસે અને નાની નાની હથેળીઓ બહાર કાઢીને “આવજો, આવજો” થી ભરી મૂકતાં આખી સીમને.
યાદ છે તમને ?
બ્લૂ ચડ્ડી અને સફેદ શર્ટ પહેરી ,નાનકડું દફ્તર લટકાવી તમે ઊભા રહેતા ગામના વડલા નીચે મારી રાહ જોતાં ,અને હું આવું એટલે કૂદી પડતાં મારી સીટ પર જાણે માનો ખોળો ખૂંદતા હોવ ને એ રીતે
યાદ છે તમને ?
હટાણું કરવા ગયેલા બાપુને લઈને,મોતિયો ઉતરાવવા ગયેલી માને લઈને, ભાણેજ સાથે પિયર રહેવા આવતી બહેનને લઈને, નિશાળે ભણવા ગયેલી દીકરીને લઈને, તમારી પેઢી દર પેઢીએ મૂકેલા વિશ્વાસને લઈને રોજ સાંજે હું જ તો પાછી આવતી હતી તમારા ગામમાં .
મને સળગાવતા પ્હેલા તમારા હાથ કંપી તો ઉઠ્યા જ હશે ,
પણ ! ! !
તમને માણસમાંથી ટોળું બનાવી નાખતા એ લોકોને એટલું તો પૂછી જો જો ,
તમે ક્યારે’ય બસમાં બેઠાં છો ખરાં ?
– કૃષ્ણ દવે
કવિતા એ કળા છે અને કળાને હંમેશા સામાજીક નિસ્બત હોય જ એ જરૂરી નથી. પણ તોય ઇતિહાસ સાક્ષી છે કે સામાજીક નિસ્બત વધતે-ઓછે અંશે કવિતાને સમાંતર જ વહી છે. કવિતાની ટાઇમ-લાઇન તપાસીએ ત્યારે સમાજની સાચી નાડ પણ ઝલાતી હોય છે. કૃષ્ણ દવે અન્ય કવિઓની સરખામણીમાં એમની સામાજીક નિસ્બતના કારણે નોખા તરી આવે છે. કળાત્મક કવિતાઓની અડોઅડ એમના લખાણમાં સમાજ તરફની જવાબદારી ન ચૂકવાની ચિવટાઈ મેં સતત જોઈ છે. પ્રસ્તુત રચના વારે-તહેવારે હિંસક સ્વરૂપ ધારણ કરી બેસતા પાટીદારોના આંદોલનના ગાલ પર એક ચમચમતો તમાચો છે. આપણે માણસ ક્યારે બનીશું ? ક્યારેય બનીશું ખરા ?
Ninad Adhyaru said,
April 21, 2016 @ 1:05 AM
વાહ ! એક પ્રસંગ યાદ આવી ગયો. હું અમદાવાદ હતો ત્યારે સીટી બસની રાહ જોઈ ઊભો હતો ને કૃષ્ણભાઈ ચાલુ સ્કૂટરે હેલ્મેટમાંથી મને ઓળખી ગયેલા ! ને ભરચક્ક ટ્રાફિક વચ્ચે સાઈડમાં સ્કૂટર લઇ મને લીફ્ટ આપી હતી ….!!!! ત્યારે મારા સારથિ ખરેખર કૃષ્ણ હતા ….ને હું અર્જુન ….! મહાભારત તો ચાલુ જ હતું …….!!!
CHENAM SHUKLA said,
April 21, 2016 @ 3:18 AM
નિર્જીવ બસને એક જીવંત પાત્ર બનાવવાની કળા ફક્ત કવિ પાસે હોય ……જોરદાર …સટ્ટાકકક
Suresh Shah said,
April 21, 2016 @ 3:33 AM
મારો સ્વતંત્ર અભિપ્રાય છે.
આ એક આત્મકથા છે.
પ્રસ્તુત રચના વારે-તહેવારે હિંસક સ્વરૂપ ધારણ કરી બેસતા પાટીદારોના આંદોલનના ગાલ પર એક ચમચમતો તમાચો છે. – સહમત થવું સહેલું નથી. હાલ તુર્તના સમાચારને જોડી દેવા યોગ્ય નથી લાગતું. અને, માત્ર ગુજરાત શા માટે? દેશભરમાં અરાજકતા ફેલાયેલી છે. અને, બસ, ખાનગી વાહનો, ટ્રેઈન, ટ્ર્ક, રિક્ષા, ઘરો, બધું જ સળગાવાય છે.
એક સંવેદન શીલ પ્રક્રિયાને વાચા આપવા બદલ ક્રુષ્ણભાઈ નો આભાર.
– સુરેશ શાહ, સિંગાપોર
Meena said,
April 21, 2016 @ 3:45 AM
ohhh
jAYANT SHAH said,
April 21, 2016 @ 8:13 AM
શુક્લભઈ અને સુરેશભા ઇ સારુ મન્તવ્ય આપ્યુ .કવિએ સરસ લખ્યુ .આ આપણી
સહિયારી સમસ્યા સહુની .તમે લખ્યુ તે રીતે માણસાઈ જગાડવાનો સમય આવી
ગયો .
ketan yajnik said,
April 21, 2016 @ 8:57 AM
ચચરાટથૈ ી। શું કહેવું?
Nehal said,
April 24, 2016 @ 8:53 AM
કવિ સમાજને આયનો ધરે, કવિ જરૂર પડે સમાજનો કાન પણ આમળે, એ કવિના કર્તવ્ય કરતાંય સમાજની જરૂરિયાત વધારે છે. કૃષ્ણ દવેની કવિતાઓ દાંડિયા જેવી છે માત્ર એનો અવાજ હળવો પણ વેધક છે.
HATIM THATHIA BAGASRAWALA said,
April 25, 2016 @ 3:28 AM
ન્દર અને નવિન્તભરિ વિચેપ્રેરક નવ્તર ઋઅચન. આભિનન્દન ુ
HATIM THATHIA BAGASRAWALA said,
April 25, 2016 @ 3:35 AM
Vivekbhai Regards .
since long time I am an Ardent reader and fan of Laystaro. BUT when I write a comment it appears that you already mentioned it previously. or not submitted .
Please sir explain what is the problem????I could I solve ???
Hatim Thathia Bagasrawala
વિવેક said,
April 26, 2016 @ 2:42 AM
@ હાતિમભાઈ:
આપની વાત બરાબર સમજાઈ નહીં. આપ શું એવું કહેવા માંગો છો કે આપની કોમેન્ટ પ્રકાશિત થતી નથી? આપની અહીં બે કોમેન્ટ પબ્લિશ થઈ જ છે અને એનો જ હું જવાબ આપી રહ્યો છું…
Jigar said,
April 26, 2016 @ 3:24 AM
@ હાતિમભાઇ
તમે જે કહો છો એવું ચોક્કસ બની શકે,
તમે ‘submit’ બટન પહેલી વાર દબાવો છો ત્યારે તમારી કોમેન્ટ પબ્લીશ થવાની પ્રોસેસ શરુ થઇ જાય છે, આ દરમ્યાન જો તમે ઉતાવળમાં બીજીવાર ‘submit’ બટન દબાવશો તો ચોક્કસ એવું કૈંક લખાણ આવશે :’as if your comment seems duplicate or previously mentioned’… તમારી કોમેન્ટ હકીકતમાં પ્હેલી ક્લિકે જ પબ્લીશ થઇ રહી હોય છે.
so, click only once and wait until it appears.
Jigar said,
April 26, 2016 @ 3:32 AM
આવું લખાણ આવે છેઃ
Duplicate comment detected.
It looks as though you’ve already said that.
આ પ્રોબ્લેમ આપણા કી-પેડ થી જ થયો હોય છે. કોઇ એ આપણી પહેલા આપણી કોમેન્ટ પોસ્ટ કરેલી હોતી નથી અને આવું લખાણ આવે ત્યારે આપણી કોમેન્ટ પણ રજુ થઇ ચુકી હોય છે.
PALASH SHAH said,
April 11, 2020 @ 8:03 AM
mane maru balpan yaad avi gayu….
hats off shri krushna dave saheb