ગીત-સરોવર – અનિલ જોશી
સાજન !
મારી બંધ આંખ તો
ગીત-સરોવર
ગીત-સરોવર
એના
લય-નીતરતા કાંઠે બેસી
દેશવટો ભોગવતી
સુંદર રાજકુમારી સમી જિન્દગી
ઝરમર
ઝરમર ન્હાય !
નિર્મલ
મારી બંધ આંખ તો
ગીત-સરોવર
ગીત-સરોવર.
– અનિલ જોશી
છલકાતી આંખ એ ગીત-સરોવર જેમાં (સુંદર પણ દેશવટો ભોગવતી!) જિન્દગી ઝરમર ઝરમર ન્હાય. કરૂરણતા નો કોમળતા સાથે નાજુક પ્રાસ બેસાડતું, ટચુકડુ, ગીત થવા મથતું પણ ‘કવિતા’ થઈને સંતોષ માણતું સ્નિગ્ધ કલ્પન.
વિવેક said,
October 15, 2008 @ 3:23 AM
પહેલી નજરે અછાંદસ ભાસતું આ ગીત થવા મથતું પણ ‘કવિતા’ થઈને સંતોષ માનતું સ્નિગ્ધ કલ્પન હકીકતમાં અછાંદસ કવિતા નથી. ગાગાગાગા-એમ શુદ્ધ અષ્ટકલના આવર્તનો વડે ગીતની ચાલ લઈ ચાલતી આ કવિતા હકીકતે લયબદ્ધ કવિતા છે. ઉર્દૂ કે હિંદીમાં લખાયું હોય તો આ કાવ્ય ‘આઝાદ નજમ’ તરીકે ઓળખાવાયું હોત. ગુજરાતીમાં એવો કોઈ સ્પષ્ટ કાવ્ય પ્રકાર નથી. કટાવ છંદમાં લખાયેલા કાવ્યો કે ડોલનશૈલીમાં ન્હાનાલાલે લખેલા કાવ્યોની નજીકની આ કવિતાનું કઈ રીતે વર્ગીકરણ કરી શકાય એ વિશે કોઈ જાણકાર પ્રકાશ પાડી શકે તો આનંદ થશે…
pragnaju said,
October 15, 2008 @ 8:36 AM
લય-નીતરતા કાંઠે બેસી
દેશવટો ભોગવતી
સુંદર રાજકુમારી સમી જિન્દગી
ઝરમર
ઝરમર ન્હાય !
સુંદર ભાવભરી પંક્તીઓ
ઘાયલની યાદ આપી
દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,
કે મુજને મુફલીસીમાં પન માલામાલ રાખે છે.
ધવલ said,
October 16, 2008 @ 12:15 AM
આઝાદ નજમ ને ‘મુક્ત ગીત’ કહી શકાય.. એ નામ વાપરીએ તો કેવુ ?
વિવેક said,
October 16, 2008 @ 8:17 AM
સારો વિકલ્પ છે…
Sandip said,
April 13, 2010 @ 9:24 AM
એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.
-હેમેન શાહ