ચાર-પાંચ – અલ્પેશ ‘પાગલ’
એકાદ-બે ડૂમા અને ડૂસકાં પડ્યાં છે ચાર-પાંચ,
તેં ના કહેલી વાતના પડઘા પડ્યા છે ચાર-પાંચ.
એ હસ્તરેખા જાણનારા ખાનગીમાં કહું તને,
ખિસ્સામાં મારા ભાગ્યના તારા પડ્યા છે ચાર-પાંચ.
એકાદ ભીની યાદ કૈં તડપાવવા ઓછી હતી,
પાછાં સ્મરણ વરસાદમાં ન્હાવા પડ્યાં છે ચાર-પાંચ.
તેં સાવ સાચું કહી દીધું કો’ની શરમ રાખી નહીં,
મારા ‘ઇગો’ પર જોઈ લે ગોબા પડ્યા છે ચાર-પાંચ.
હું ગ્યા જનમમાં એક પંખી હઈશ લાગે છે મને,
મારા ગળામાં આજ પણ ટહુકા પડ્યા છે ચાર-પાંચ.
મારી દલીલો તો બધી ખૂટી પડી, હારી ગયો,
ને એમની પાસે હજી મુદ્દા પડ્યા છે ચાર-પાંચ.
એક જ હતી બસ ભૂલ ને એક જ સજા એની હતી,
‘પાગલ’ જગતને કારણો ધરવાં પડ્યા છે ચાર-પાંચ.
– અલ્પેશ ‘પાગલ’
Keyur said,
February 6, 2016 @ 3:22 AM
This is awesome Alpesh bhai. I just loved it. ખુબજ સુંદર રચના. અપ્રતિમ રદીફ કાફિયા…👌👌👌👌👌
KETAN YAJNIK said,
February 6, 2016 @ 6:01 AM
ગમેી
Bhadresh Joshi said,
February 6, 2016 @ 7:24 AM
પાગલે તો પાગલ કરિ દિધા.
dr dharmesh said,
February 6, 2016 @ 7:55 AM
જિગરભાઇ જોષી એ આપના વિશે સરસ અને આત્મિય અનુભવો જણાવ્યા… અને તમારો ભેગો સન્ગ્રહ પણ બતાવ્યો. આપની રચનાઓ ખુબ જ સરસ છે. અને આ રચના પણ..
જ્યા એક નો ભાર ઉપડે એમ નથી ત્યા ચાર-પાંચ એવી આ બાબતો, મુદ્દદા અને કારણો..!
Harshad said,
February 6, 2016 @ 9:28 PM
Like it. Good creation.
ચૈતન્ય અમૃતલાલ શાહ said,
February 7, 2016 @ 12:21 PM
ખુબ સરસ..અલ્પેશભાઇ…
ઉમેરો….
દુશ્મન નથી કોઇ, ઘણા છે સગા સબંધી અને મિત્રો
ધ્યાનથી જો, પીઠ પાછળ ઘા પડ્યા છે ચાર-પાંચ