માણસોને સ્પષ્ટ તારવવા બહુ મુશ્કેલ છે,
સાવ નકલી રત્નનો ચળકાટ પણ ઓછો નથી.
હેમેન શાહ

તારા હાથમાં છે – દિનેશ કાનાણી

એક લીલું પાન તારા હાથમાં છે,
પંખીની ઉડાન તારા હાથમાં છે.

જે મથે છે દૂર કરવા નામ તારું,
એમનું સન્માન તારા હાથમાં છે.

એમ ઝાલ્યું છે કમળનું ફૂલ જાણે,
ફૂલની મુસ્કાન તારા હાથમાં છે.

જીવ મારો ત્યાં જ વારંવાર મૂકું,
જીવનું સંધાન તારા હાથમાં છે.

સાવ અમથો ધ્યાનમાં બેઠો નથી હું,
મારું સઘળું ધ્યાન તારા હાથમાં છે.

– દિનેશ કાનાણી

બધા જ શેર સરસ. મત્લાના શેરમાં લીલું પાન અને પંખીની ઉડાનના સંદર્ભમાં બાળકો અને એમના ભવિષ્ય વિશે કેવો કૂમળો ઈશારો કરે છે ! સન્માન, સંધાન અને ધ્યાનવાળા શેર પણ મનનીય થયા છે.

6 Comments »

  1. Vikas Kaila said,

    December 26, 2015 @ 1:36 AM

    વાહ વાહ

  2. CHENAM SHUKLA said,

    December 26, 2015 @ 6:37 AM

    વાહ ..સરળતાથી સરસ બનેલી ગઝલ

  3. શરણાગતિ | Girishparikh's Blog said,

    December 26, 2015 @ 5:43 PM

    […] “તારા હાથમાં છે” ગઝલની લીંકઃ https://layastaro.com/?p=13353   (All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and […]

  4. Harshad said,

    December 26, 2015 @ 8:29 PM

    સુન્દર ગઝલ. સાદી અને સરળ .

  5. Ketan Yajnik said,

    December 27, 2015 @ 12:19 AM

    સહજતાથી અર્પિત થઇ ગયા
    જળમાં જળ ભર્યુ સરવાળે નિર્જળ

  6. ડૉ.મહેશ રાવલ said,

    December 29, 2015 @ 9:53 PM

    વાહ..!
    ખરેખર સુંદર-સહજ વાત.
    -અંતિમ શેરનું લાઘવ સ્પર્શી ગયું મિત્ર!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment