હું નહીં, કોઈ અલગ મારામાં,
કોરી માટીનો કસબ મારામાં!
જોગ સાધ્યો મેં વિજોગણ બનવા,
હું પરમ ને હું પ્રગટ મારામાં..
– નેહા પુરોહિત

સપનાંના ફુગ્ગા – તેજસ દવે

ચોરસ એક કાચના ટુકડામાં કેટલાય
ચહેરાઓ જોવાના હોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો
આ માણસ તો સોય છે

તૂટે જો શ્વાસ કદી સંધાતા હોય નહીં
તોય એમાં જીવને પરોવે
જીતવાની જીદમાં એ ગૂંથે છે જિંદગી
ને ગાંઠ પડી જાય તો એ રોવે
ભીતરમાં જોયું તો સમજાયું માણસની અંદર
કોઈ માણસ બીજોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો
આ માણસ તો સોય છે

તોડીને પાંપણના બંધ એ તો ધસમસતા
આવે છે આંખોની બહાર
સપનાંના ફુગ્ગા તો વેચવા છે સૌને પણ
માણસ પોતે છે અણીદાર
પત્થરના ચહેરા પર લીલીછમ કુંપળને
ઊગવાની આશાઓ તોય છે
ચોરસ એક કાચના ટુકડામાં કેટલાય
ચહેરાઓ જોવાના હોય છે

– તેજસ દવે

કેવું મજાનું ગીત ! ચોકલેટની જેમ ધીમે ધીમે ચગળો અને ઊંડી મજા માણો…

7 Comments »

  1. CHENAM SHUKLA said,

    December 18, 2015 @ 2:01 AM

    કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો
    આ માણસ તો સોય છે……વાહ વાહ … કવિના કલ્પન ને દાદ આપવી પડે …..

  2. Vikas Kaila said,

    December 18, 2015 @ 2:15 AM

    વાહ વાહ વાહ્…

  3. Saryu Parikh said,

    December 18, 2015 @ 9:50 AM

    ્વાહ! સપનાંના ફુગ્ગા અને સોય, સુંદર ભાવારોપણ. “સપનાંના ફુગ્ગા તો વેચવા છે સૌને પણ
    માણસ પોતે છે અણીદાર”
    સરયૂ

  4. Shah Pravinchandra Kasturchand said,

    December 18, 2015 @ 2:45 PM

    કેવી અણીદાર વાત કહી નાખી?
    આ માણસ સોય હોય છે સોય.

  5. KETAN YAJNIK said,

    December 18, 2015 @ 9:44 PM

    પરોવાની અને પરોરવાની ગુથાણીની વાત

  6. Maheshchandra Naik said,

    December 19, 2015 @ 6:31 PM

    સરસ,સરસ,સરસ……

  7. Harshad said,

    December 21, 2015 @ 8:05 PM

    સુન્દર!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment