સમર્પણ – ‘નજર’ કાણીસવી
(શિખરિણી)
નવાં વર્ષે પાછાં શરદઋતુના શીત સ્પરશે
વનોમાં કુંજોમાં તરુવર બધાં પાનખરને
વધાવે ઉલ્લાસે કુદરતે ક્રમે વસ્ત્ર બદલી.
અને મૃત્યુમાંયે દધીચિઋષિ શાં સૌમ્ય સ્વરૂપે
પીળાં-રાતાં પર્ણો અગન-ભભક્યા રંગ ધરીને
સજાવે સૃષ્ટિને મનવિલસતાં ચિત્રફલકે.
પ્રભો ! માંગું એવું, મુજ જીવનની અંતઘડીઓ
હજો એવી રીતે અવર જનના શ્રેય કરતી.
– ‘નજર’ કાણીસવી
કવિના નામ સાથે આ રચના એ મારો પહેલો પરિચય. પણ કવિતા વાંચતા જ એમનું તખલ્લુસ ‘નજર’ સ્પર્શી ગયું. કેવી વેધક નજર ! શિયાળે પાનખર આવે અને વૃક્ષો રંગ-રૂપ બદલે અને તમામ પાંદડાંનો ત્યાગ કરે એ નાની-શી ઘટના – જે અમેરિકા જાવ તો વધુ સારી રીતે અનુભવી શકાય – એ ઘટનાને કવિ સાવ અલગ જ નજરથી જુએ છે અને કેવી સ-રસ રીતે આખરી ઓપ આપી રચનાને સુંદર કવિતાના સ્તરે લઈ જાય છે !
Vikas Kaila said,
December 3, 2015 @ 4:57 AM
વાહ
સમર્પણ – ‘નજર’ કાણીસવી | વિજયનું ચિંતન જગત- said,
December 3, 2015 @ 7:00 AM
[…] https://layastaro.com/?p=13247 […]
Harshad said,
December 3, 2015 @ 12:26 PM
Really very nice. Congratulations for this creation.
Girish Parikh said,
December 3, 2015 @ 7:14 PM
‘નજર”નું આ કાવ્ય એટલું બધું ગમ્યું કે એને અંગ્રેજીમાં અવતાર આપ્યો છે જેનો ડ્રાફ્ટ થોડા દિવસોમાં http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરીશ.
ગુજરાતીમાં મારો પ્રતિભાવ આપવા પણ પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ
Girish Parikh said,
December 4, 2015 @ 12:36 PM
http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર કાવ્યનો અંગ્રેજીમાં અવતાર તથા ગુજરાતીમાં પ્રતિભાવ પોસ્ટ કરી દીધાં છે.
Ketan Yajnik said,
December 4, 2015 @ 10:54 PM
છંદે ન ચઢ્યો તેનો ઝીન્દગીભર નો અફસોસ
માત્રામાં રહીને ” એની” ગરિમા પ્રગટાવવી સાચવવી સત્કારવી
અભિનંદન